ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (13:39 IST)

Virat Kohli Viral Video - નોર્વેના ડાંસ ક્રૂ ક્વિક સ્ટાઈલની સાથે થિરક્યા વિરાટ, રીલ બનાવી, બેટ પકડીને કર્યો ડાંસ

virat kohli
Photo : twitter
વિરાટ કોહલીએ મુંબઈમાં મંગળવારે નોર્વેના ડાંસ ગ્રુપ ક્વિક સ્ટાઈલના મેંબર્સ સાથે મુલાકાત કરી. તેઓ ક્વિક સ્ટાઈલ સાથે સ્ટીરિયો નેશન ઈશ્ક પર નાચતા જોવા મળ્યા. ક્રિકેટરે ડાંસ ક્રૂ ના સભ્યો સાથે ફોટો પણ શેયર કર્યો. તેમા કોહલીએ પોતાના ઈસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ, જુઓ હુ મુંબઈમાં કોણે મળ્યો. 
 
શૂટ દરમિયાન વિરાટ કોહલીએ ગ્રુપ સાથે એક રીલ બનાવી. જેમા ક્વિક સ્ટાઈલના એક મેંબર એક ક્રિકેટ બેટ ઉઠાવે છે. તેઓ  એ નથી જાણતા કે તેનુ શુ કરવામાં આવે. એક સફેદ ટી-શર્ટ અને કાળી જીંસ પહેરીને કોહલી સીનમાં આવે છે. બેટ પકડીને સ્ટેપ્સ કરે છે. ડાંસ ક્રૂ તેમને ફોલો કરે છે. 
 
વિરાટે ફોટો પણ શેયર કર્યો 

બોલીવુડ ગીતો પર ડાન્સ કરવા માટે પ્રખ્યાત છે ક્વિક સ્ટાઈલ

નોર્વેની ડાન્સ ક્રૂ બોલીવુડ ગીતો પર ઝડપી શૈલીના ડાન્સ માટે પ્રખ્યાત છે. ક્વિક સ્ટાઈલ થોડા મહિનાઓ પહેલા પોતાના પાર્ટનરના લગ્નમાં કાલા ચશ્મા અને સદ્દી ગલી ગીતો પર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી ડાન્સ ક્રૂની લોકપ્રિયતા વધી. ક્વિક સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ભારતીય અને પાકિસ્તાની ગીતો પરના ડાન્સ વીડિયો અપલોડ કરતી રહે છે.
 
કોહલીએ હોળી પર કર્યો હતો ડાન્સ 
ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડીઓએ અમદાવાદમાં જોરદાર હોળી રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ ટીમ બસમાં શુભમન ગિલ સાથે ડાન્સ પણ કર્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નાગપુરમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ગીતનું હૂક સ્ટેપ પણ કર્યું હતું.