શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 13 માર્ચ 2023 (16:28 IST)

IND vs AUS 4th Test Highlights: સમય પહેલા જ સમાપ્ત થઈ ચોથી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયાનુ 9 વર્ષ જુનુ સપનુ ફરી તૂટ્યુ

India aus series
IND vs AUS 4th Test Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ચોથી ટેસ્ટ ડ્રો પર ખતમ થઈ છે. આ સાથે જ ટીમ ઈંડિયાએ સીરિઝ શ્રેણી 2-1થી પોતાને નામ કરી લીધી. ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા જેના જવાબમાં ટીમ ઈંડિયાએ પણ પ્રથમ દાવમાં 571 રનનો મોટો સ્કોર ઉભો કર્યો.  ભારત તરફથી વિરાટ કોહલી અને શુભમન ગિલે સારા રન બનાવ્યા. જેને કારણે ટીમ ઈંડિયા 71 રનની બઢત લેવામાં સફળ થઈ.  પછી ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 175 રન બે વિકેટના નુકશાન પર બનાવ્યા. આ રીતે મેચ ડ્રો થઈ ગઈ. 

સમય પહેલા ખતમ થયો મુકાબલો 
અમદાવાદ ટેસ્ટ અંતિમ દિવસ સુધી ખેંચવામાં આવી પણ બંને ટીમોમાથી કોઈને પણ જીત મળી શકી નહી. આ મુકાબલો નિયમિત સમયના એક કલાક 30 મિનિટ પહેલા ખતમ થઈ ગયો. આ મેચમાં પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 480 રન  બોર્ડ પર લગાવ્યા હતા.  જેના જવાબમાં ટીમ ઈંડિયાએ પણ જવાબી  હુમલો કરતા 571 રન બનાવ્યા. બંને ટીમોએ પહેલા દાવ માટે લગભગ 4 દિવસ સુધી બેટિંગ કરી. જ્યારબાદ અમદાવાદની ફ્લેટ વિકેટ છેલ્લા દિવસે કોઈ રિઝલ્ટ આવવુ મુશ્કેલ હતુ. 

 
 અંતિમ દિવસ ઓસ્ટ્રેલિયાઈ ટીમે 3 રનથી આગળ રમવુ શરૂ કર્યુ. ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમ 2 વિકેટ ગુમાવીને 175 રન બનાવી ચુકી હતી અને તેમની પાસે 84 રનોની લીડ હતી. આવામા બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો અને આ ટેસ્ટ ડ્રો પર ખતમ થઈ. 
 
ચાર બેટ્સમેનોએ સદી ફટકારી 
 
આ મેચમાં બેટિંગનો બોલબાલા રહ્યો. પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા તરફથી જ્યા ઉસ્માન ખ્વાજાએ 180 રન બનાવ્યા તો બીજી બાજુ કૈમરૂન ગ્રીને 114 રનની રમત રમી. ટીમ ઈંડિયા તરફથી શુભમન ગિલે 128 રનની શાનદાર રમત રમી. વિરાટ કોહલીના બેટમાથી પણ 3 વર્ષ પછી ટેસ્ટ સેંચુરી આવી. વિરાટે 186 રનની શાનદાર રમત રમી. 

 
આ સીરિઝના પહેલા મુકાબલાની વાત કરીએ તો ભારતીય ટીમે એક દાવ અને 132 રનની મોટી જીત નોંધાવી. બીજી બાજુ દિલ્હીમાં રમાયેલ બીજી હરીફાઈમાં ટીમ ઈંડિયાએ 91 રનથી જીત નોંધાવી. ત્યારબાદ ઈંદોરમાં ઓસ્ટ્રેલિયાએ કમાલનુ કમબેક કરતા 9 વિકેટથી જીત નોંધાવી.