1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 9 માર્ચ 2023 (23:08 IST)

હવે ફરી નવા વિવાદમાં ફસાયા પૃથ્વી શો, ઇન્સ્ટાગ્રામ પર આ શું લખી નાખ્યું ?

ભારતીય સ્ટાર ઓપનર પૃથ્વી શો હંમેશા કોઈને કોઈ વિવાદોથી ઘેરાયેલા રહે છે. તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર સપના ગિલ સાથે નાઇટક્લબની બહાર તેમની બોલાચાલી પછી  હેડલાઇન્સમાં આવેલા શો, હવે એક નવી વાતને લઈને ચર્ચામાં છે. શોએ સોશિયલ મીડિયા પર કંઈક એવું પોસ્ટ કર્યું છે જેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
 
શો એ સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કર્યું?

 
 તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સપના ગિલ સાથે એક નાઈટક્લબમાં થયેલા વિવાદ પછી હેડલાઈન્સમાં આવેલા ભારતના બેટ્સમેન પૃથ્વી શૉએ ગુરુવારે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી હતી, જેણે ફેન્સ આશ્ચર્યચકિત કર્યા. શૉએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે કેટલાક લોકો તમને એટલો જ પ્રેમ કરશે જેટલો તેઓ તમારો ઉપયોગ કરી શકે છે. તેમની વફાદારી ત્યાં જ ખતમ થઈ જાય છે જ્યા ફાયદા ખતમ થઈ જાય છે. 
 
કોના માટે કરી આવી પોસ્ટ ?
જો કે આ પોસ્ટ કોના માટે કરવામાં આવી હતી તે સ્પષ્ટ નથી. શો તાજેતરમાં કેટલાક મોટા વિવાદોમાં ફસાઈ ગયો હતો જ્યારે તેનો મુંબઈની એક નાઈટક્લબમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલ અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને જ્યારે તેઓ એક કારમાં  મિત્રો સાથે જઈ રહ્યા હતા ત્યારે ફરીથી સેલ્ફી લેવા બદલ થયેલા વિવાદનો બદલો લેવા કેટલાક ફેન્સે તેમના પર બેઝબોલ બેટ વડે હુમલો કર્યો હતો.
 
2021 થી ટીમની બહાર
ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેને ભારત તરફથી  છેલ્લે 2021માં શ્રીલંકા સામે T20 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. શૉને જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ માટે T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈપણ મેચમાં અંતિમ પ્લેઈંગ ઈલેવન સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જમણા હાથનો ખેલાડી 31 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી એક્શનમાં જોવા મળશે.