ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (10:57 IST)

હવે ગુજરાતમાં ટેક્સ ફ્રી થઇ અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્ય ગાથા રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઇતિહાસને ઊજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં અભિનેતા અક્ષય કુમાર, સંજય દત્ત, સોનુ સૂદ અને અભિનેત્રી માનુષી છિલ્લર છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
 
ગુજરાતના સીએમ ઓફિસે ટ્વિટર પર લખ્યું છે કે, "ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર બનેલી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને રાજ્યમાં કરમુક્ત જાહેર કરી દીધી છે. તમને જણાવી દઇએ ગુજરાતના મુખ્યમંત્રીએ ભાજપ શાસિત રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ દ્રારા આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.
 
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સહયોગી પ્રધાનો સાથે ફિલ્મના દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ જોઈ હતી. આ પછી સીએમ યોગીએ રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ દરમિયાન ગૃહમંત્રીની સાથે સમગ્ર પરિવારે ફિલ્મની મજા માણી હતી.