1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: શુક્રવાર, 10 માર્ચ 2023 (12:37 IST)

દિગ્ગજ ક્રિકેટરની માતાનું નિધન- પેટ કમિન્સની માતાના અવસાન

પેટ કમિન્સ છેલ્લી મેચથી ટીમથી દૂર છે. માતાની ખરાબ તબિયતને કારણે તે દિલ્હી ટેસ્ટ બાદ જ ઘરે પરત ફર્યો હતો. પેટની માતા, જેઓ તેમના અંતિમ દિવસોમાં તેમની સાથે હતા, તેઓ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડી રહ્યા હતા અને આખરે ગઈકાલે તેમનું નિધન થયું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સોશિયલ મીડિયા પર પેટ કમિન્સની માતાના મૃત્યુની માહિતી આપી છે
 
પેટ કમિન્સની માતાના અવસાનની માહિતી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક ટ્વિટ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું છે કે, અમે મોડી રાત્રે મારિયા કમિન્સના નિધનથી ખૂબ જ દુઃખી છીએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી, અમે પેટ, કમિન્સ પરિવાર અને તેમના મિત્રો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમ આજે તેમના સન્માનમાં કાળી પટ્ટી પહેરીને રમશે