સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (00:31 IST)

WPL:ગુજરાતની એક વધુ હાર, મુંબઈએ સતત 5મી જીત નોંધાવી પ્લેઓફમાં સ્થાન કર્યું પાક્કું

MUMBAI INDIANS
WPL: વિમેન્સ પ્રીમિયર લીગની આજે 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. મુંબઈની ટીમની સતત 5મી જીત છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજી તરફ ગુજરાતે 5 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 107 રન જ બનાવી શકી હતી. આ મેચમાં મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
 
હરમનપ્રીતના દમ પર જીત્યું મુંબઈ 
સુકાની હરમનપ્રીત કૌરની અડધી સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું અને પાંચ મેચમાં પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પરનું સ્થાન મજબૂત કર્યું. આ જીત સાથે મુંબઈએ પણ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે તેની પાસે હજુ ત્રણ મેચ રમવાની બાકી છે. ટીમના પાંચ મેચમાં 10 પોઈન્ટ છે.