શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (14:57 IST)

IND vs AUS ODI : ટીમ ઈંડિયામાં 10 વર્ષ પછી આ ખેલાડીનુ કમબેક, હાર્દિક પંડ્યા માટે ગુડ ન્યુઝ

IND vs AUS Team India Possible Playing XI in Mumbai ODI : ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એકબીજા સામે ટક્કર માટે તૈયર છે. જો કે આ વખતે મુકાબલો 50 ઓવરનો રહેશે. ટેસ્ટ સીરીજમાં તો ટીમ ઈંડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધુ પણ અંતિમની બે મેચોમાં ઓસ્ટ્રેલિયાએ જે  રીતે કમબેક કર્યુ છે તેનાથી ટીમ ઈંડિયા માટે સંકટનો સંકેત જરૂર આવી ગયો છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયાના કેટલાક એવા ખેલાડી કમબેક કરી રહ્યા છે જે ટેસ્ટ સીરિઝમાં રમ્યા નહોતા. આ દરમિયાન ટીમ ઈંડિયામાં એક એવા ખેલાડીનુ કમબેક થઈ રહ્યુ છે જે લગભગ છેલ્લા દસ વર્ષથી ટીમ ઈંડિયાની બહાર છે. પણ હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે પહેલી મેચના કપ્તાન હાર્દિક પાંડ્યા પ્લેઈંગ ઈલેવનમાં એ ખેલાડીને તક આપે છે કે નહી. 
 
 જયદેવ ઉનાદકટનુ વનડે ટીમ ઈંડિયામાં દસ વર્ષ પછી કમબેક 
 
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈના પસંદગીકારોએ છેલ્લી બે ટેસ્ટ અને ત્રણ વનડે માટે એક સાથે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આ ટીમના બાકીના તમામ ખેલાડીઓ એવા હતા, જેમની પસંદગી થવાની સંભાવના પહેલાથી જ હતી, પરંતુ જયદેવ ઉનાદકટનું આવવું એ એક મોટી વાત હતી. જોકે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ફાસ્ટ બોલર તરીકે છે અને હાર્દિક પંડ્યા પણ જરૂર પડ્યે મીડિયમ પેસ કરે છે., આમ છતા પણ જયદેવ ઉનડકટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જયદેવે લાંબા સમય બાદ ટેસ્ટમાં વાપસી કરી હતી અને તે રમતા પણ જોવા મળ્યો હતો. પરંતુ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે હાર્દિક પંડ્યા પ્રથમ વનડેમાં જયદેવ ઉનાદકટને તક આપે છે કે નહીં.
 
જયદેવ ઉનાદકટને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે
ઉલ્લેખનીય છે કે જયદેવ ઉનાદકટે તેની છેલ્લી વનડે મેચ વર્ષ 2013માં એટલે કે દસ વર્ષ પહેલા રમી હતી. ત્યારબાદ કોચીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી. તેણે છ ઓવરમાં 39 રન આપ્યા અને તે પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. વચ્ચે એવું લાગતું હતું કે તે કમબેક કરી શકે છે, પરંતુ પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ગયું ન હતું. પરંતુ હવે તેઓ પાછા આવી રહ્યા છે. ODIમાં જયદેવ ઉનડકટના આંકડાની વાત કરીએ તો તેણે સાત મેચ રમી છે અને તેમાં તેણે આઠ વિકેટ લીધી છે. દરમિયાન, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સતત ટેસ્ટ શ્રેણી રમી રહ્યા હતા, તેથી શક્ય છે કે તેમાંથી કોઈ એકને આરામ આપવામાં આવે અને જયદેવ ઉનડકટને વધુ એક મેચ રમવાની તક આપવામાં આવે. પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા શું વિચારે છે.