બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 ડિસેમ્બર 2020 (16:54 IST)

Australia vs India 1st Test Match Day-3: 46 વર્ષ બાદ ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન, ઑસ્ટ્રેલિયાની આઠ વિકેટથી જીત

એડિલેટ ટેસ્ટના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી દીધું છે.
 
જીતવા માટે 90 રનના લક્ષ્ય સામે ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે બે વિકેટના નુકસાન પર 93 બનાવ્યા, હવે ઑસ્ટ્રેલિયાની ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.
 
આ પહેલાં ત્રીજા દિવસે ભારતનો બીજો દાવ માત્ર 36 રન પર સમેટાઈ ગયો. જોકે, ભારત તરફથી નવ વિકેટ જ પડી, મોહમ્મદ શામી ઈજાને કારણે અંતિમ બૅટ્સમૅન તરીકે રિટાયર્ડ હર્ટ થઈ ગયા.
 
એ બાદ આ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં એક દાવમાં ભારતના નામે સૌથી ઓછો સ્કોર 42 રન નોંધાયો હતો.
 
વર્ષ 1974માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ભારતે એક ઇનિંગ 42 રન જ કર્યા હતા.
 
એટલે 46 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમે પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે.
 
ભારત તરફથી કોઈ પણ બૅટ્સમૅન બેવડો આંક પણ સ્પર્શી નહોતો શક્યો. જૉસ હૅઝલવૂડે પાંચ વિકેટ લીધી જ્યારે પૅટ કમિન્સને ચાર વિકેટ મળી.
 
આ પહેલાં ભારતે પહેલી ઇનિંગમાં 244 રન બનાવ્યા હતા, જ્યાર ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 191 રન બનાવ્યા હતા.
 
ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોર
 
આમ તો ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રનનો રૅકૉર્ડ ન્યૂઝીલૅન્ડના નામે છે. ન્યૂઝીલૅન્ડની ટીમ માર્ચ, 1955માં ઇંગ્લૅન્ડના વિરુદ્ધમાં ઑકલૅન્ડ ટેસ્ટમાં માત્ર 26 રને જ સમેટાઈ ગઈ હતી.
 
એ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બે વાર એક ટેસ્ટ ઇનિંગમાં 30-30 રનો પર સમેટાઈ ગઈ હતી. એ વાર દક્ષિણ આફ્રિકા એક ઇનિંગમાં 35 રન અને એક વાર એક ઇનિંગમાં 36 રન પર સમેટાઈ ગયું હતું.
 
તો ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પણ 1902માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ એક ઇનિંગમાં 36 રનમાં સમેટાઈ ગઈ હતી.