1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (18:41 IST)

England ક્રિકેટ ફેંસ માટે ખરાબ સમાચાર, 31 વર્ષના બ્રેન સ્કોટ્સે ODI માંથી લીધો સન્યાસ

Ben Stokes Announces Retirement: ઈગ્લેંડ ક્રિકેટમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડના સ્ટાર ઓલરાઉંડર બેન સ્ટોક્સે 31 વર્ષની વયમાં સંન્યાસ લેવાનુ એલાન કર્યુ છે. ઈગ્લેંડના વિસ્ફોટક ઓલરાઉંડર બેન સ્ટોક્સે ભારત વિરુદ્ધ ઈગ્લેંડની વનડે શ્રેણીમાં 1-2 થી હારના એક દિવસ પછી વનડે ક્રિકેટમાંથી સન્યાસ  લેવાનુ એલાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં 8 વર્ષ પછી ODI સિરીઝમાં હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્મા ભારતનો પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે ઈંગ્લેન્ડની ધરતી પર ટી-20 અને વનડે બંને શ્રેણી જીતી છે.
 
ટેસ્ટ ક્રિકેટ પ્રથમ પ્રાથમિકતા
સ્ટોક્સે આગળ કહ્યું, 'હવે મારા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સમય આવશે અને હું આ માટે બધું આપીશ. તે જ સમયે, હું ટી-20 ફોર્મેટ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈશ.
 
ભારત સામે કંગાળ પ્રદર્શન
બેન સ્ટોક્સ ભારત સામેની તાજેતરની વનડે શ્રેણીમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. સ્ટોક્સ બેટ અને બોલ બંનેથી ફ્લોપ રહ્યો હતો. તેણે 3 મેચમાં 16ની સાદી એવરેજથી માત્ર 48 રન બનાવ્યા હતા. આ સાથે જ તેને આખી સિરીઝમાં એક પણ વિકેટ મળી નથી.
 
બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 2019નો વર્લ્ડ કપ જીત્યો હતો
 
બેન સ્ટોક્સ મંગળવારે (19 જુલાઈ) ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામેની પ્રથમ વનડે પછી 50 ઓવરની ક્રિકેટ રમતા જોવા મળશે નહીં. બેન સ્ટોક્સની ODI ક્રિકેટ કારકિર્દી લોર્ડ્સમાં ન્યુઝીલેન્ડ સામે 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં તેના 'પ્લેયર ઓફ ધ મેચ' પ્રદર્શન માટે યાદ રાખવામાં આવશે. બેન સ્ટોક્સના અણનમ 84 રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમ પોતાનું પ્રથમ 50 ઓવરનું વર્લ્ડ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.