શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2017 (17:27 IST)

GIFT - ફાઈનલ પહેલા મિતાલી સેનાને ભેટ, BCCI દરેક ખેલાડીને આપશે 50 લાખ ઈનામ

બીસીસીઆઈ  BCCI એ જાહેરાત કરી છે કે ઈંડિયન વિમેન ક્રિકેટ ટીમની બધી ખેલાડીઓને વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન કરવા બદલ 50-50 લાખ રૂપિયાનુ ઈનમ આપશે. સાથે જ સપોર્ટ મેંબરને 25-25 લાખ આપવામાં આવશે. 
 
આ છે એ 15 ખેલાડી જેમને બીસીસીઆઈ તરફથી 50-50 લાખ રૂપિયાનુ ઈનામ મળશે 
 
1. મિતાલી રાજ - કપ્તાન 
2. એકતા વિષ્ટ 
3. રાજેશ્વરી ગાયકવાડ 
4. ઝૂલન ગોસ્વામી 
5. માનસી જોશી 
6. હરમનપ્રીત કૌર 
7. માનસી જોશી 
8 . વેદા કૃષ્ણમૂર્તિ 
9. સ્મૃતિ મંઘાના 
10 મોના મેશરામ 
11. શિખા પાંડે 
12. પૂનમ યાદવ 
13. નુઝહત પરવીન 
14. પૂનમ રાઉત 
15. દિપ્તી શર્મા 
 
આ ઉપરાંત ટીમના સપોર્ટિંગ સ્ટાફ્સને પણ 25-25 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મહિલા વર્લ્ડ કપ 2017ના સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા હરાવીને મહિલા ક્રિકેટ ટીમ રવિવારે ફાઈનલમાં ઈગ્લેંડ સામે ટકરાશે. વૈટિંગ અને બોલિન ઓર્ડરને જોતા ટીમ ઈંડિયા મેજબાન ટીમથી મજબૂત સ્થિતિમાં દેખાય રહી છે. 
 
ફાઈનલમાં ટીમ ઈંડિયાનો મુકાબલો ઈગ્લેંડ સાથે થશે જે પોઈંટ્સ ટેબલમાં 12 અંક સાથે ટોપ પર ચાલી રહ્યુ છે. જ્યારે સેમીફાઈનલમાં ઈંડિયા સામે હાર્યા પછી ટૂર્નામેંટમાંથી બહાર થયેલ ઓસ્ટ્રેલિયાઈ ટીમ બીજા નંબર પર રહી. સેમીફાઈનલમાં ઈંડિયા તરફથી હરમનપ્રીત કૌરે સર્વાધિક 171 રનનો બનાવીને અનેક રેકોર્ડ્સ પોતાને નામે કર્યા હતા. 
 
ટીમ ઈંડિયાની કપ્તાન મિતાલી રાજે વર્લ્ડ કપ દરમિયાન જ પોતાના કેરિયરમાં 6000 રન પૂરા કરી આ મુકામ પર પહોંચનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ. ઉલ્લેખનીય છે કે વિમેજ વર્લ્ડ કપ 2017માં ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને પણ હરાવ્યુ હતુ.