રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:11 IST)

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી નારાજ કેમ છે BCCI ?

ટીમ ઇન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટ જીતીને દેશને ગૌરવની તક આપી છે, પરંતુ BCCI ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે  ગયા અઠવાડિયે શાસ્ત્રી અને વિરાટે લંડનમાં એક ગીર્દીવળા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ રવિવારે શાસ્ત્રી કોરોના સંક્રમિત થઈ ગયા. 
 
ઈગ્લેંડ પ્રવાસ અને ટીમના આરોગ્યને સંકટમાં નાખ્યુ 
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, રવિ શાસ્ત્રી અને કોહલી કેટલાક અન્ય ટીમ મેમ્બર્સ સાથે બુક લોન્ચિંગ ઈવેન્ટમાં ગયા હતા. બંને સ્ટેજ પર પણ ગયા. આ ઇવેન્ટમાં જવા માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરી પણ લેવામાં આવી ન હતી. જ્યારે ટીમ આ ઇવેન્ટમાં પહોંચી ત્યારે આખો રૂમ લોકોથી ભરાયેલો હતો. BCCI  આ જ બેદરકારીથી નારાજ છે, કારણ કે કોરોના સંક્રમણ દરમિયાન આ પગલું  ટીમના સ્વાસ્થ્ય અને  સમગ્ર પ્રવાસને જોખમમાં મૂકી શકતુ હતુ. 
 
આ ઈવેંટના  થોડા દિવસો પછી જ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રવિવારે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર શાસ્ત્રીની નિકટ હતા. સોમવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ટીમ ફિઝિયો નીતિન પટેલ હજુ પણ આઇસોલેશનમાં છે.