રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (22:21 IST)

IND vs ENG: - ભારતે તોડ્યુ અંગ્રેજોનુ અભિમાન, 50 વર્ષ પછી ઓવલના મેદાન પર મેળવી જીત

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ઓવલના મેદાન પર રમાયેલ ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈંડિયાને મેહમાન ટીમને 157 રનથી હરાવ્યુ. આ જીત સાથે જ ટીમ ઈંડિયાએ પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી બઢત મેળવી લીધી છે. ભારત દ્વારા આપવામાં આવેલ 368 રનના લક્ષ્યનો પીછો કરતા ઈગ્લિશ ટીમ બીજી ઈંનિંગમાં 210 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય બોલરોએ બીજા દાવમાં બોલ દ્વારા કહેર વરસાવ્યો  અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવે સ્સ મેચમાં 6 વિકેટ લીધી હતી. સાથે જ ટીમ ઇન્ડિયાની આ જીતનો વાસ્તવિક હીરો શાર્દુલ ઠાકુર હતો, જેણે બંને ઇનિંગ્સમાં અડધી સદી મારવાની સાથે ત્રણ મોટી વિકેટ લીધી. 

 
- બીજા સત્રના પહેલા જ બોલ પર, જો રૂટે પોતાનો ઈરાદો બતાવ્યો અને જાડેજાને રિવર્સ સ્વીપ પર ચોગ્ગો ફટકાર્યો. 60 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર 136/2 છે, રૂટ 12 અને હમીદ 62 રને રમી રહ્યા છે.
- લંચ બ્રેક બાદ મેચનું બીજું સેશન શરૂ થયું છે. જો રૂટ અને હસીબ હમીદની જોડી ઇંગ્લેન્ડની ઇનિંગને આગળ વધારવા મેદાનમાં આવી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 237 રનની જરૂર છે.
- લંચ બ્રેક સુધીમાં, ઇંગ્લેન્ડે બીજા દાવમાં 2 વિકેટના નુકસાન પર 131 રન બનાવ્યા હતા. કેપ્ટન જો રૂટ 8 અને હસીબ હમીદ 62 રને અણનમ રહ્યા હતા.

10:01 PM, 6th Sep


08:30 PM, 6th Sep
- 84.1 ઓવરમાં ઉમેશ યાદવની બોલ પર ક્રિસ વોક્સે રાહુલને કેચ આપી દીધો. વોક્સ 18 રન બનાવી આઉટ થયો હતો. ભારત જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. સાથે જ ટી બ્રેક પણ થયો છે અને ઇંગ્લેન્ડનો સ્કોર 193/8 છે.


- 81.4 ઓવરમાં  બુમરાહની બોલ પર અજિંક્ય રહાણેએ ઓવરટોનનો કેચ છોડ્યો. 82 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર 185/7 છે, ઓવરટન 3 અને ક્રિસ વોક્સ 12 રન પર રમી રહ્યા છે

06:50 PM, 6th Sep


- 66.3 ઓવરમાં જોની બેરસ્ટો જસપ્રીત બુમરાહ પર થયા ક્લીન બોલ્ડ. ઇંગ્લેન્ડની અડધી ટીમ હવે પેવેલિયન ભેગી થઈ છે. 


06:45 PM, 6th Sep

06:31 PM, 6th Sep
- 61.3 ઓવરમાં રવિન્દ્ર જાડેજાની બોલ પર  હસીબ હમીદ ક્લિન બોલ્ડ થયો હતો. હમીદ 63 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતને આ મોટી સફળતા મળી છે અને તે પણ યોગ્ય સમયે.