1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (19:09 IST)

ઢળી પડ્યો છે પંજશીરનો અભેદ કિલ્લો, મસૂદ માર્યા જવાના સમાચાર

અફઘાનિસ્તાનના પંજશીર(Panjshir collapsed) નો અભેદ્ય કિલ્લો છેવટે ઢળી પડ્યો છે.  રેઝિસ્ટન્સ ફોર્સે તાલિબાનને કડક ટક્કર આપી હતી, પરંતુ રવિવારે ભીષણ યુદ્ધ બાદ તાલિબાનોએ જીત મેળવી છે. પંજશીર પર વિજય મેળવ્યા બાદ હવે સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે. જોકે, તાલિબાનના દાવાને રેજિસ્ટેંસ ફોર્સ દ્વારા નકારવામાં આવ્યો છે.
 
તાલિબાન તરફથી ફ્રંટના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના પણ માર્યા જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ  NRFના નેતા અહમદ મસૂદે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે પંજશીર ઘાટીમાં(Panjshir collapsed) પાકિસ્તાન સેના  તાલિબાનને ટેકો આપી રહી છે.
 
સમાચાર એ પણ આવ્યા હતા કે પાકિસ્તાનના ફાઈટર જેટ અને ડ્રોનએ પંજીશીરમાં કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના ઘર પર હુમલો કર્યો છે, ત્યારબાદ સાલેહ કોઈ અજ્ઞાત સ્થળ પર જતા રહ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ડ્રોન હુમલામાં પંજશીરના વિદ્રોહી નેતા અહમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તીનું પણ મોત થયું છે.