ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (21:55 IST)

IND vs ENG: ઓવલમાં ઈગ્લેંડની વિકેટ પડતા જોવા મળ્યુ વિરાટ કોહલીનુ નવુ સેલિબ્રેશન, શુ તમે જોયુ ?

IND vs ENG
ઈગ્લેંડ વિરુદ્ધ ઓવલ ટેસ્ટમાં ભારત જીતના ખૂબ જ નિકટ પહોંચી ચુક્યુ છે. આ મેચના પાંચમા દિવસની રમત શરૂ થતા પહેલા ઈગ્લેંડના કેટલાક ખેલાડીઓનુ કહેવુ હતુ કે ઈગ્લેંડ આ મેચ જીતવામાં સફળ રહેશે. પણ આવુ કશુ થતુ દેખાય રહ્યુ નથી.  ભારતીય બોલરોએ પાંચમા દિવસની શરૂઆતથી જ ટાઈટ બોલિંગ કરતા ઈગ્લેંડની ટીમને એક પછી એક ઝટકા આપ્યા.  ઈગ્લેંડનો દાવ જેવો જ સ્પિનર રવિન્દ્ર જડેજાએ ટકીને રમી રહેલા હસીબની વિકેટ લીધી, એવા જ ફેન્સને કપ્તાન વિરાટ કોહલીનુ એક નવુ સેલિબ્રેશન જોવા મળ્યુ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 
વાત એવી છે કે ભારતને હમીદની વિકેટ મળતાં જ વિરાટ ઉત્સાહિત થઈ ગયો અને તેનો આનંદ ઉઠવવા લાગ્યો અને લ્યુટ વગાડવાની મુદ્રામાં આવી ગયો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હસીબે ઇંગ્લેન્ડ માટે અત્યાર સુધીની બીજી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 193 બોલ રમીને  અને 6 ચોગ્ગાની મદદથી 63 રનની ટકાઉ ઇનિંગ રમી. હમીદને અગાઉ જાડેજાના બોલ પર લાઈફલાઈન પણ મળી હતી, જ્યાં મોહમ્મદ સિરાજે તેનો કેચ છોડ્યો હતો

 
હસીબ હમીદની વિકેટ અનેક રીતે ખૂબ મહત્વની હતી, કારણ કે તેણે ઈંગ્લેન્ડની ઈનિંગ્સ સંભાળી રાખી હતી અને સારું રમી રહ્યો હતો. અહીં ઇંગ્લેન્ડ 141 રનના સ્કોર પર માત્ર 2 વિકેટ ગુમાવીને મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું હતું અને હમીદ અને રૂટ બંને ક્રિઝ પર સેટ જોવા મળ્યા હતા. કેપ્ટન કોહલીએ પાંચમા દિવસની પીચને જોતા જાડેજાના હાથમાં બોલને ખૂબ અપેક્ષાઓ સાથે આપ્યો હતો અને ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો. હમીદની વિકેટ લીધા બાદ જાડેજાએ પણ પોતાની શૈલીમાં ઉજવણી કરી હતી.