મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (23:41 IST)

CPL: અંપાયરે વાઈડ ન આપતા પોલાર્ડે કહ્યુ - તમે આંધળા છો શુ ? મેદાન પર મચી બબાલ

ક્રિકેટના મેદાન પર મોટાભાગે કોઈને કોઈ વિચિત્ર હરકતો જોવા મળે છે. અનેકવાર ખેલાડી મેચની વચ્ચે જ પરસ્પર લડી પડે છે અને અનેકવાર આ ખેલાડી સ્ટૈડ્સમાં બેઠેલા ફેંસ સાથે વિવાદમાં ઉતરી જાય છે. પણ ક્યારેક ક્યારે એવુ પણ જઓવા મળે છે કે આ ખેલાડીઓ અંપાયરો સાથે ઝગડી પડે છે. તાજેતરમાં જ બાગ્લાદેશના સ્ટાર ઓલરાઉંડર શાકિબ અલ હસને એક લીગ મેચ દરમિયાન અંપાયર સાથે દુર્વ્યવ્હાર કર્યો. આવો જ એક વધુ મામલો સામે આવ્યો છે. 
 
અંપાયર સાથે લડી પડ્યો આ ખેલાડી 
 
કેરેબિયન પ્રીમિયર લીગ હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહી છે. આ લીગની 9 મી મેચમાં સેન્ટ લુસિયા કિંગ્સનો સામનો ત્રિનબાગો નાઈટ રાઈડર્સ સાથે થયો હતો. આ મેચમાં નાઈટ રાઈડર્સની ટીમ 27 રનથી જીતી હતી. પરંતુ આ મેચમાં એક ક્ષણ આવી જ્યારે નાઈટ રાઈડર્સના કેપ્ટન કિરોન પોલાર્ડ અમ્પાયર સાથે અથડાયા. વહાબ રિયાઝના એક બોલને અમ્પાયરે વાઈડ ન આપ્યો અને તેના કારણે પોલાર્ડ ગુસ્સે થઈ ગયો.
 
મેદાન પર થયુ નાટક 
 
હકીકતમાં, નાઈટ રાઈડર્સની ઈનિંગની 19 મી ઓવરમાં વહાબ રિયાઝ ફેંકવા આવ્યો હતો અને તેણે પાંચમો બોલ વાઈડની બહાર ફેંક્યો હતો. પરંતુ અમ્પાયરે આ બોલને વાઈડ ન આપ્યો અને પોલાર્ડ આ બાબતે ગુસ્સે થઈ ગયો. પોલાર્ડ નોન-સ્ટ્રાઈક એન્ડમાં હતો અને ટિમ સીફર્ટ બેટિંગ એન્ડમાં હતો. અમ્પાયરે વાહબના બોલને વાઈડ ન આપતા પોલાર્ડે અમ્પાયર સાથે વાત શરૂ કરી, પરંતુ અમ્પાયરે તેમનું સાંભળ્યું નહીં. પછી તેણે પોતાનું સ્થાન છોડી દીધું અને 30 યાર્ડના વર્તુળની રેખાની ખૂબ નજીક ઉભો રહ્યો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. સેન્ટ લુસિયા કિંગ્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી.