પ્રથમ જ મેચમાં રસૂલ પર વિવાદ, રાષ્ટ્રગીતના સમયે ચાવતા રહ્યા ચ્યૂઈંગમ !
ટી-20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ સાથે જ જમ્મુ-કાશ્મીરના ક્રિકેટર પરવેઝ રસૂલ વિવાદોમાં ઘેરાય ગયા છે. કાનપુરના ગ્રીન પાર્ક પર મેચ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન સમયે પરવેજ રસૂલ કંઈક ચાવતા જોવાયા. ત્યારબાદથી સોશિયલ સાઈટ્સ પર ચ્યૂઈંગમ ચાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
લોકોએ તેમને પૂછ્યુ - શુ રાષ્ટ્રગીતથી વધુ મહત્વપૂર્ણ હતુ ચ્યૂઈંગમ ?
તેમની આ હરકત લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયો સોશિયલ સાઈટ્સ પર વાયરલ થયો. તો પરવેઝની ખૂબ આલોચના શરૂ થઈ. ગણતંત્ર દિવસના દિવસે આવી હરક્ત થતા ફેંસ અને વધુ ગુસ્સામાં ગયા અને ટ્વિટર પર જોરદાર કમેટ્સ કર્યા. લોકોએ તેમને પૂછ્યુ કે રાષ્ટ્રગાનથી વધુ મહત્વપૂર્ણ હતુ ચ્યૂઈંગમ ? સાથે જ બીસીસીઆઈ અને કપ્તાન કોહલીને કાર્યવાહીની માંગ કરવામાં આવી.