ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2022 (17:58 IST)

Deepak Chahar Jaya Bhardwaj Wedding: દીપક-જયાના લગ્નનો વીડિયો થયો વાયરલ, જુઓ કોણે કોણે કર્યો ડાંસ

deepak chahar
Deepak Chahar Jaya Bhardwaj Marriage Video: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દીપક ચહરે આગ્રામાં જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે. દીપક અને જયાના લગ્નમાં સંબંધીઓ તેમજ અન્યન નિકટના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દીપક બુધવારે ખૂબ જ ધામધૂમ અને શોભાયાત્રા સાથે પહોંચ્યો. જયાના પરિવાર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપક અને જયાના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આમાંનો એક વીડિયો વાયરલ થયો છે.

 
દીપક અને જયાના લગ્ન માટે લગભગ 250 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં ખૂબ જ નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન પહેલા આ બંને લાંબા સમય સુધી સાથે હતા. IPL 2021 દરમિયાન દીપકે જયાને સ્ટેડિયમમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સની મેચ બાદ તેણે જયાને પ્રપોઝ કર્યું હતું. આ પછી જયાએ તેનુ પ્રપોઝલ સ્વીકાર્યુ હતુ. 

 
ઉલ્લેખનીય છે કે દીપક ચહરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 7 વનડે રમી છે. આ દરમિયાન તેમણે 7 વિકેટ લેવાની સાથે 179 રન પણ બનાવ્યા છે. ચહરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 26 વિકેટ લીધી છે. જ્યારે 63 આઈપીએલ મેચોમાં 59 વિકેટ લીધી છે. તે IPL 2021માં ચેન્નઈ તરફથી રમ્યા હતા.