ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (13:11 IST)

દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

IPL 2022માં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અત્યારે દિલ્હી કેપિટલ્સમાં કોવિડનો બીજો કેસ સામે આવ્યો છે. તમને જણાવી દઈકે 3 દિવસ અગાઉ DCના ફિઝિયો પેટ્રિક પોઝિટિવ આવ્યા હતા. ત્યારપછી જોકે ટીમે બેંગ્લોર સામે મેચ પણ રમી પરંતુ આજે મીડિયા રિપોર્ટ્સના આધારે અન્ય એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો છે. હવે દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોને હોટલમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.
 
 તમામ ખેલાડીઓને બે દિવસ સુધી હોટલમાં રાખવામાં આવશે અને આ દરમિયાન તમામના કોવિડ ટેસ્ટ થશે. કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી જ આગળ આ ટીમની સફર અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ કારણે 20 એપ્રિલે દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ પણ સ્થગિત થઈ શકે છે.
 
દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.