શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: વડોદરા , શુક્રવાર, 26 જૂન 2020 (11:33 IST)

દોઢ મહિનાથી રોજ રાત્રે હું પત્નીના પગ દબાવું છું: ક્રિકેટર હાર્દિક પંડ્યા

.  કોરોના વાયરસમહામારીના લીધે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હાર્દિક પંડ્યા પહેલીવાર જાહેર સ્થળ પર જોવા મળ્યા હતા. તે પોતાના મોટા ભાઇ કૃણાલ પંડ્યા સાથે વડોદરા પહોંચ્યા હતા. ગુરૂવારે બંને ભાઇએ વડોદરા ક્રિકેટ એસોસિએશનના અંડર-19 ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ભાઇ મેદાનમાં જોવા મળ્યા હતા અને જૂનિયર ક્રિકેટર સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેસિંગનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ જૂનિયર ખેલાડી અંતર જાળવીને મેદાનમાં બેસેલા જોવા મળ્યા હતા.  સાથે જ પસ્તાવો જેવી બાબતો જીવનમાં નહીં આવે જો તમે જે કરતાં હોવ તે દિલથી કરશો તેમ પણ હાર્દિક પંડ્યાએ ખેલાડીઓને જણાવ્યુ હતું.

 
તેમણે ખેલાડીઓને નમ્ર રહેવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ કરતાં જીવન વધુ મોટું છે. ક્રિકેટ 80% માઇન્ડ ગેમ છે અને 20% ફિઝિકલ છે. સ્વસ્થ મગજ માટે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ફક્ત શરીરની તાકાત અને ટેક્નિકને સુધારવી મહત્વની નથી. દરેક ખિલાડીએ ટીમની સિદ્ધિ માટે પોતાની જાતને સમર્પિત કરવી જોઈએ. ટીમનું જીતવું વ્યક્તિગત વિકાસ કરતાં પણ વધારે મહત્વનું છે. દરેક ખેલાડીએ તેમની જરૂરિયાત પ્રમાણે અને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે કરવું જોઈએ તે નેચરલ ગેમ માટેની ખોટી માન્યતા છે. તમે જે પણ વસ્તુ કરો તેને તમારા સાચા મનથી અને દિલથી કરવી જોઈએ.
 
આમ કરવાથી કોઈ દિવસ પસ્તાવો નહીં થાય. મારા ઘરના દરેક વ્યક્તિને ખબર છે કે રોજ રાત્રે હું મારી પત્નીના પગ દબાવું છું. હું છેલ્લા 1.5 મહિનાથી મારી પત્નીના પગ દબાવું છું. એક દિવસ મારે ક્યાંક બહાર જવું હતું, મારો મૂડ સારો નહોતો અને હું થાકેલો હતો. તેથી મેં પત્નીના પગ દિલથી ન દબાવ્યા. રૂમની બહાર નીકળીને મને અંદરથી ખૂબ જ ખરાબ લાગ્યું અને આ વાતનો ખૂબ જ પસ્તાવો પણ થયો.  આ શબ્દો છે વડોદરાના પનોતા પુત્ર અને ધુંવાધાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના જે તેમણે બીસીએ ખાતે અંડર-19ના પ્રેક્ટિસ કરતા ખેલાડીઓની સાથે વાત કરતાં ગુરુવારે કહ્યા હતાં.