શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જૂન 2020 (12:34 IST)

હાર્દિક પંડ્યા બનવાના છે પિતા, નતાશાના એક્સ બોયફ્રેંડે કરી આ કમેંટ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષ પર બોલિવુડ એક્ટર નતાશા સ્ટેનકોવિક  સાથે સગાઈ કરી હતી. હવે હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકો સાથે એક ગુડ ન્યુઝ શેર કર્યા છે.  ઉલ્લેખનીય છે કે  નતાશા ગર્ભવતી છે અને ટૂંક સમયમાં હાર્દિક પિતા બનશે.
 
નતાશાએ હાર્દિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે હાર્દિક અને હું એક સાથે ઘણા લાંબા સમયથી સાથે છીએ. અમે ખૂબ જલ્દી અમારા જીવનમાં નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.
 
બંનેને પોસ્ટ કર્યા પછી, બધાએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. આટલું જ નહીં તેના પૂર્વ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ નતાશાની આ પોસ્ટ પર કમેંટ  કરી છે.
 
અલીએ નતાશાની આ પોસ્ટ પર લખ્યું, ભગવાન તમને બંનેને ખુશ રાખે.  ઉલ્લેખનીય છે કે  નતાશા અને અલી ગોનીએ વર્ષ 2014 માં એકબીજાને ડેટ કરી હતી. જો કે, આ સંબંધ ફક્ત એક વર્ષ ચાલ્યો હતો. 2015 માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
 
નતાશા અને હાર્દિક વિશે વાત કરીએ તો, બંનેએ લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી 31 ડિસેમ્બર 2019 ના રોજ તેમના સંબંધોને જાહેર કર્યા હતા અને બીજા દિવસે 1 જાન્યુઆરી 2020 ના રોજ બંનેની સગાઈ થઈ ગઈ હતી. હાર્દિકે ફિલ્મી રીતે નતાશાને દુબઈ લઈ જઈને પ્રપોઝ કર્યુ હતુ. નતાશાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.