શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated :મૈનચેસ્ટર , ગુરુવાર, 27 જૂન 2019 (18:54 IST)

LIVE IND vs WI -ભારતે વેસ્ટ ઈંડિઝને આપ્યુ 269 રનનું લક્ષ્ય

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 3એ 34મી મેચ ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે અમીરાત ઓડ ટ્રૈફર્ડ મૈનચેસ્ટરના મેદાન પર રમાય રહી  છે.  જ્યા ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.
- મોહમ્મદ શમી પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા 
કૉટ્રેલે હાર્દિકને 46 રને આઉટ કર્યો
વિરાટ કોહલીને હૉલ્ડરે 72 રને આઉટ કર્યો
- ભારતની વિકેટ પડવાની પ્રક્રિયા સતત ચાલુ છે. કેદાર જાધવ્ના રૂપમાં ભારતે ચોથે વિકેટ ગુમાવી છે. વિરાટ કોહલી રમી રહ્યા છે. 
 
- ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની હાફ સેંચુરી પુરી કરી લીધી છે. તેમને આ દાવમાં 6 ચોક્કા લગાવ્યા છે. 
 
- ભારતે વિજય શંકરના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી તેમને કેમાર રોચે આઉટ કર્યા. તેમણે માત્ર 14 રન બનાવ્યા. 
 
- 25 ઓવર પછી ભારતનો સ્કોર 118/2, વિરાટ કોહલી 37 અને વિજય શંકર 13 રન બનાવીને ક્રીજ પર હાજર. 37 રન બનાવતા જ વિરાટ કોહલી એ 20000 ઈંટરનેશનલ રન પણ પુરા કરી લીધા. તેઓ સચિન તેંદુલકર અને બ્રાયન લારાને પાછળ છોડી સૌથી ઝડપી  20 હજારી બેટ્સમેન બની ગયા છે. 
 

પહેલા બેટિંગ કરતા ટીમ ઈંડિયાની શરૂઆત સારી નથી રહી.  રોહિત શર્મા 18 રન બનાવીને કેમર રોચની બોલ પર વિકેટકીપર શાઈ હોપને કેચ આપી બેસ્યા. 
 
માન્ચેસ્ટરમાં હવામાન સંપૂર્ણ રીતે સાફ છે. ત્યાં તડકો જોવા મળી રહ્યો છે. ઑલ્ડ ટ્રેફર્ડમાં આઝે વેસ્ટઇન્ડીઝ અને ભારતની વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. આઈસીસી વર્લ્ડ કપ 2019મની 34મી મેચ આજે ઑલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે રમાશે. ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી ચુકી છે અને ફેન્સ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છએ.
 
બંને ટીમ આ પ્રકારની છે 
 
ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી
 
વેસ્ટઇન્ડીઝ: ક્રિસ ગેલ, શાઇ હૉપ, નિકોલસ પૂરન, શિમરન હેટમાયર, જેસન હૉલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિએન એલેન, કેમર રૉચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશાને થોમસ, શેનન ગેબ્રેલ