શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 24 ઑક્ટોબર 2018 (22:24 IST)

Ind vs WI - ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચેની 2જી મેચ ટાઈ, ભારત 1-0થી આગળ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અહીં રમાયેલી હાઈ સ્કોરિંગ બીજી વન-ડે ભારે ચડાવ-ઉતાર બાદ ટાઈ થઈ હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરના અંતે છ વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા જેની સામે વેસ્ટ ઇન્ડીઝે પણ 50 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ વન-ડે જીતી હતી જેને કારણે પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી.
 
 બીજી વનડેના રોમાંચક મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝે ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિન્ડિઝે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી મેચ ટાઈ કરી દીધી હતી. વેસ્ટ ઇન્ડિઝને અંતિમ ઓવરમાં જીત માટે પાંચ રનની જરૂર હતી ત્યારે તેના બેટ્સમેને શાઈ હોપે તે બોલ પર ચોગ્ગો ફટકારી મેચ ટાઈ કરી દીધી હતી. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ ટાઈ મેચ છે. 

Live સ્કોર કાર્ડ જોવા માટે ક્લિક કરો 
- ભારતના 32.2 ઓવરમાં 179 રન પર ત્રીજો ઝટકો. અંબાતી રાયડૂ 73 રન બનાવીને એશ્લે નર્સની બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા. રાયડૂએ 80 બોલના દાવમાં 8 ચોક્કા લગાવ્યા. 
- 26.3 ઓવરમાં ચોક્કા સાથે અંબાતી રાયડૂએ પણ પચાસ રન પુરા કર્યા. રાયડૂના કેરિયરના 9મી વાર ફિફ્ટી રન.  27 ઓવરમાં ભારતનો સ્કોર 142/2, વિરાટ 53 અને રાયડૂ 54 રન બનાવીને ક્રિઝ પર હાજર 
- કપ્તાન વિરાટ કોહલીએ કેરિયરના 49મી વાર ફિફ્ટી બનાવ્યા. 56 બોલર પર પૂરી કરી હાફ સેંચુરી. 25 ઓવર પછી ભારતનો સ્કોર 124/2  રાયડૂ 39 રન બનાવીને રમી રહ્યા છે. 
 
- ભારતે 19.2 ઓવરમાં 100 રન પુરા કર્યા. વિરાટ કોહલી 63 અને અંબાતી રાયટી 70 બનાવીને રમી રહ્યા છે. 
 
- 11 ઓવર પછી ભારતનો સ્કોર 52/2 હતો 
 
- શિખર ધવનના રૂપમાં ભારતની બીજી વિકેટ પડી. 8.4 ઓવરમાં 40 રન પર ભારતે બીજી વિકેટ ગુમાવી. એશ્લે નર્સની બોલ પર એલબીડબન્યૂ થયા ધવન.  ધવને 30 બોલમાં 29 રન બનાવ્યા. અંપાયરે તેમને નોટઆઉટ આપ્યો હતો. ત્યારબાદ વેસ્ટઈંડિઝે રિવ્યુ લીધુ અને રિપ્લેમાં ધવન આઉટ જોવા મળ્યો. 
 
- ભારતની પ્રથમ વિકેટ 3.1 ઓવરમાં 15 રનના સ્કોર પર પડી. રોહિત શર્મા કીમર રોચની બોલ પર હેટમેયરને કેચ આપી બેસ્યા