સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (17:51 IST)

INDvsWI : ભારતે 3 દિવસમાં જ જીતી લીધી રાજકોટ ટેસ્ટ, વેસ્ટઈંડિઝને એક દાવ અને 272 રનથી હરાવ્યુ

ભારતે રાજકોટમાં રમાયેલ પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટઈંડિઝને ત્રણ દિવસની અંતર જ એક દાવ અને 272 રનથી  હરાવીને મોટી જીત મેળવી. આ ભારતની વેસ્ટઈંડિઝ પર સૌથી મોટી જીત છે. ભારતે મેચમાં ટોસ જીત્યો અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. કપ્તાન વિરાટ કોહલી, યુવા ઓપનર પૃથ્વી શો અને રવિન્દ્ર જડેજાએ સદી ફટકારી. રિષભ પંત અને ચેતેશ્વર પુંજારાએ હાફ સેચુરી મારી. જેના દમ પર ભારતે પોતાના પ્રથમ દાવમાં નવ વિકેટ પર 649 રન બનાવીને દાવ ડિકલેર કર્યો. ત્યારબાદ બોલરોના  શાનદાર પ્રદર્શનના દમ પર વેસ્ટઈંડિઝને દોઢ દિવસથી પણ ઓછા સમયમાં બે વાર ઓલઆઉટ કરી નાખ્યુ. ભારત હવે શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે.