શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (10:00 IST)

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજીત વાડેકરનુ નિધન

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન  અને બેટ્સમેન અજીત વાડેકરનુ 77 વર્ષની વયમાં નિધન થઈ ગયુ. તેમણે બુધવારે મુંબઈના જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેઓ લાંબા સમયથી કેંસરની બીમારી સામે લડી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે અજીત વાડેકરે  1966માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેઓ લગભગ આઠ વર્ષ સુધી ભારત માટે રમ્યા. તેમણે વર્ષ 1974માં પોતાની અંતિમ ટેસ્ટ મેચ ઈગ્લેંડના વિરુદ્ધ બર્મિધમમાં રમી. અજીત વાડેકરે ભારત માટે કુલ 37 ટેસ્ટ રમ્યા જેમા તેમણે 31ના એવરેજથી 2114 રન બનાવ્યા. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પૂર્વ કપ્તાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ લખ્યુ, અજીત વાડેકર ભારતીય ક્રિકેટમાં પોતાના અનોખા યોગદાન માટે યાદ કરવામાં આવશે.
 
 
1971માં અજીત વાડેકરના નેતૃત્વમાં ભારત ઇગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સીરીઝ જીત્યું હતું. 3 ટેસ્ટ મેચોની સીરીઝને ભારત 1-0થી જીત્યું હતું. સીરીઝમાં લૉર્ડ્સ અને ઓલ્ડ ટ્રૈફર્ડમાં રમાયેલ શરૂઆતની બંને ટેસ્ટ ડ્રો રહી, પરંતુ ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં 71 રન કર્યા હતા તેમ છતાંય મેજબાન ટીમને ચાર વિકેટથી હરાવી ઐતિહાસિક જીત નોંધાવી હતી.
 
 
તેમના પરિવારમાં પત્ની રેખા અને બે દીકરા અને એક દીકરી છે. વાડેકરની ગણતરી ભારતના સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની આંતરરાષ્ટ્રીય કેરિયર 8 વર્ષની રહી. 
અજીત વાડેકર વન-ડે ક્રિકેટના પહેલાં કેપ્ટન હતા. તેઓ જો કે બે મેચ જ મેચ રમ્યા. વાડેકર 1990ના દાયકામાં મોહમ્મદ અઝરૂદ્દીનની કેપ્ટનશીપ દરમ્યાન ભારતીય ટીમના મેનેજર પણ રહ્યા હતા. તેઓ બાદમાં પસંદગી સમિતિના અધ્યક્ષ પણ રહ્યાં.