સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (13:02 IST)

Eng vs Ind: લંચમાં આ પ્રકારનુ ફુડ ખાઈ રહ્યા છે ક્રિકેટર્સ, જાણો કંઈ કંઈ ડિશનો લીધો સ્વાદ

. ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસે વરસાદે ટોસ પણ થવા દીધો નહી. પણ આ દરમિયાન ખેલાડીઓ એ લંચનો પુરો આનંદ ઉઠાવ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ પર એક તસ્વીર શેયર કરી છે. જેમા ખેલાડીઓના લંચનો પુરો મેન્યુ છે. આ મેન્યુમાં વાઈલ્ડ મશરૂમ, ચેસ્ટન સૂપ, સ્ટફ્ડ લૈમ્બ સૈડલ, રોસ્ટેડ સ્ટોન બેસ, ચિકન લજાનિયા, ચિકન ટિક્કા કરી, પાની ટિક્કા જેવા વ્યંજનોનો સમાવેશ છે. 
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી મેચના પ્રથમ દિવસે વરસાદ થતો રહ્યો. આખો દિવસ એક પણ બોલ ન ફેંકી શકાઈ. સવારથી સતત વરસાદ થવને કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો નહી અને બોલ ફેંક્યા વગર રમત સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી. ટૉસ હવે આજે થશે.  અંપાયરોએ ત્રણ વાર મેદાનનુ નિરીક્ષણ કર્યુ.  છેવટના નિરિક્ષણ સુધી વાદળો છવાયેલા હતા અને અજવાળુ પણ ઓછુ હતુ. અંપાયરોએ રમત રમવા લાયક સ્થિતિ ન હોવાથી રમત સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.  આખો દિવસ મેદાન પર કવર્સ ઢકાયેલા રહ્યા. જેમને હટાવાયા નહોતા. 
 
ઈગ્લેંડ વિરુદ્ધ એજબેસ્ટનમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 31 રનથી હાર્યુ. હવે બીજા મેચમાં ભારતનો પ્રયત્ન જીત મેળવવીને પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબરી કરવાની રહેશે.  ઈગ્લેંડના કપ્તાન જોએ રૂટે જણાવ્યુ હતુ કે આ મેચમાં 20 વર્ષના ઓલી પોપ પદાર્પણ કરશે.  જો કે રૂટે આ મેચ માટે અંતિમ અગિયારનુ એલાન ન કર્યુ. પ્રથમ મેચમાં વિરાટ વગર કોઈ બેટ્સમેન ચાલી ન શક્યો. વિરાટે પ્રથમ મેચના પ્રથમ દાવમાં 149 અને બીજા દાવમાં 51 રન બનાવ્યા હતા.