સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 1 ઑગસ્ટ 2018 (15:08 IST)

ભારત-ઈગ્લેંડ ટેસ્ટ પહેલા વોટસનની ચેતાવણી, ત્રણેય ફોર્મેટના બાદશાહ છે કોહલી, સાચવીને રહે ઈગ્લેંડ

આઈપીએલ સીઝન 11માં એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપરકિંગ્સ માટે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસન જીતના સૌથી મોટા નાયક રહ્યા. આ સીઝનમાં બે સદી ફટકારનારા વોટ્સને મંગળવારે દિલ્હીમાં આયોજીત એક સ્પોર્ટ્સ ઈવેંટમા પત્રકારોના સવાલ જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે એક વર્ષના બૈનનો સામનો કરી રહેલ સ્ટીવ સ્મિથ સાથે ટીમ ઈંડિયાના કપ્તાનની વિરાટ કોહલીએ તુલના પણ કરી. 
 
આ ઈવેંટમાં વોટ્સનને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેમના હિસાબથી સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીમાં કોણ બેસ્ટ છે તો તેમણે સ્માઈલ આપીને ચોંકાવનારુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ તેમા કોઈ શક નથી કે વિરાટ કોહલી એક સારા ખેલાડી હોવા સાથે એક સારા કપ્તાન પણ છે. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટના બાદશાહ છે. ટી-20 વનડે અને ટેસ્ટ ઉપરાંત આઈપીએલમાં તેમના નામે રેકોર્ડ તેમની ઉપલબ્ધિયો બતાવે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત ઈગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે
 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.