શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (10:15 IST)

INDvAUS: હાર્દિકના સિક્સરની હૈટ્રિકની હૈટ્રિક, હોશ ઉડાવી દેશે આ VIDEO

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉંડર હાર્દિક પંડ્યા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ચેન્નઈના એમ.એ. ચિંદબરમ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલ વનડે મેચમાં તેમને 83 રનની રમત રમી. આ દરમિયાન પંડ્યાએ માત્ર 66 બોલનો સામનો કર્યો અને પાંચ છક્કા માર્યા. આ મેચમાં એક વધુ ખાસ વાત એ રહી કે પંડ્યાએ છક્કાની હૈટ્રિક ની હેટ્રિક બનાવી નાખી. 
 
પંડ્યાએ એડમ જામ્પાના એક ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી. આ પહેલા ચેમ્પિયંસ ટ્રોફીમાં પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ બે મેચમાં આ કારનામુ કર્યુ હતુ.  આ રીતે વનડેમાં તેમને સિક્સરોની હૈટ્રિકની હૈટ્રિક પૂરી કરી લીધી. 
 
4 જૂનના રોજ ચેમ્પિયંસ ટ્રોફીની પોતાની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ઈમાદ વસીમની બોલ પર સતત ત્રણ સિક્સર મારી હતી. ત્યારબાદ 18 જૂનના રોજ ફાઈનલ મેચમાં તેમણે શાદાબ ખાનની બોલ પર આ કરનામુ કરી બતાવ્યુ. રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ મેચમાં પંડ્યાએ જામ્પાના એક ઓવરમાં 4,6,6,6 રન ફટકાર્યા.