બુધવાર, 30 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 એપ્રિલ 2025 (09:50 IST)

Gautam Gambhir Received Threat From ISIS- ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ તપાસમાં લાગી

Gautam Gambhir Received Threat From ISIS- ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' નામના મેલ આઈડી પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ પૂર્વ ભારતીય ક્રિકેટરે રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
 
તમને જણાવી દઈએ કે આ પહેલી ઘટના નથી જ્યારે ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તે અગાઉ પણ સુરક્ષાને લઈને ચર્ચામાં રહ્યો છે. જોકે, આ વખતે મામલો વધુ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેને આતંકવાદી સંગઠનના નામે ધમકી મળી છે.

સ્ટાફને બે ઈમેલ મળ્યા હતા
કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો ઈમેલ ગૌતમ ગંભીરને નહીં પરંતુ તેના એક સ્ટાફ દ્વારા મળ્યો હતો. ગત 22 એપ્રિલના રોજ બપોરે 2 થી 7 વાગ્યાની વચ્ચે તેમના એક સ્ટાફને 'ISIS કાશ્મીર' તરફથી બે ઈમેલ મળ્યા હતા. જે બાદ તેના ઘરમાં ભયનો માહોલ છે.