સંબંધિત સમાચાર
- SRH vs KKR- SRH ને પાંચમો ફટકો પડ્યો, અનિકેત પેવેલિયન પાછો ફર્યો. લાઇવ સ્કોર અહીં જુઓ.
- RR vs DC: દિલ્હી કેપિટલ્સે 7 વિકેટથી મેચ જીતી, રાહુલ અને નિસંકાએ શાનદાર ઇનિંગ્સ રમી.
- VIDEO: રજત પાટીદારનાં કેચને લઈને ઉભો થયો વિવાદ, ચોથા અંપાયર સામે ગુસ્સો દર્શાવતા જોવા મળ્યા કોહલી
- GT vs RCB: ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ ને 4 વિકેટે હરાવ્યુ, ગિલ-બટલરે નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા
- ઓરેંજ કૈપની રેસ હવે વધુ રસપ્રદ, ત્રણ બેટ્સમેનો બનાવી દીધા 400 રન
GT vs PBKS: ગુજરાતની 4 વિકેટ જીત, પંજાબને મળી સીઝન સતત બીજી હાર
IPL 2026 GT Vs PBKS: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની 46મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં યજમાન ગુજરાત ટાઇટન્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. પંજાબ કિંગ્સ મેચ હારી ગયું.
અગાઉ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અડધી ટીમ 47 રન પર પેવેલિયન પાછી ફરી હતી. તેમ છતાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 163 રન બનાવવામાં સફળ રહી. પંજાબ માટે સૂર્યાંશ શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે પોતાની તોફાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. માર્કસ સ્ટોઇનિસે પણ 40 રનનું યોગદાન આપ્યું. ગુજરાત માટે જેસન હોલ્ડરે સૌથી વધુ 4 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાએ 2-2 સફળતા મેળવી.
A????????????A DE! pic.twitter.com/ab6ZYaVzAz
— Gujarat Titans (@gujarat_titans) May 3, 2026
પંજાબના સ્કોરના જવાબમાં, ગુજરાત ટાઇટન્સે 20મી ઓવરના પાંચમા બોલે 164 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ગુજરાત તરફથી ઓપનર સાઈ સુદર્શને 57 રનની શાનદાર ઇનિંગ રમી. વોશિંગ્ટન સુંદરે 40 રનનું યોગદાન આપ્યું. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને વિજયકુમાર વૈશાખે બે-બે વિકેટ લીધી.
