શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:39 IST)

જન્મદિવસ વિશેષ - ધોની વિશે આ 10 વાતો જાણો છો તમે ?

મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ભારતના સૌથી સફળ ક્રિકેટર બનેલ છે. વનડે ટીમના કપ્તાન ધોની ગુરૂવારે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.  
 
ધોની વિશે અમે તમને બતાવીએ છીએ દસ અજાણી વાતો 
 
1. મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર એવા કપ્તાન છે. જેમણે આઈસીસીના ત્રણેય મોટી ટ્રોફી પર કબજો કર્યો છે. ભારત ધોનીની કપ્તાનીમાં આઈસીસીની વર્લ્ડ ટી-20 (2007માં), ક્રિકેટ વર્લ્ડ કપ(2011માં) અને આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફી (2013માં) નો ખિતાબ જીતી ચુક્યા છે. 
 
2. ભારતના સૌથી સફળ કપ્તાન ધોનીનો પ્રથમ પ્રેમ ફુટબોલ હતો. તેઓ પોતાના શાળાની ટીમમાં ગોલકીપર હતા. ફુટબોલથી તેમનો પ્રેમ રહી રહીને દેખાય રહ્યો હતો. ઈંડિયન સુપર લીગમાં તેઓ ચેન્યૈન એફસી ટીમના માલિક પણ છે.  ફુટબોલ પછી બેડમિંટન પણ ધોનીને ખૂબ પસંદ હતુ. 
 
3. આ રમત ઉપરાંત ધોનીને મોટર રેસિંગ પ્રત્યે પણ ખાસો લગાવ રહ્યો છે. તેમણે મોટર રેસિંગમાં માહી રેસિંગ ટીમના નામથી એક ટીમ પણ ખરીદી છે. 
 
4. મહેન્દ્ર સિંહ ધોની પોતાના વાળની સ્ટાઈલ માટે ખૂબ જાણીતા રહ્યા છે. એક સમયે લાંબા વાળ માટે જાણીતા ધ્ની સમય સમય પર પોતાની હેયર સ્ટાઈલ બદલતા રહે છે.  પણ શુ તમને ખબર છે કે ધોની ફિલ્મ સ્ટાર  જાન અબ્રાહમના વાળના દિવાના છે. 
 
5. મહેન્દ્ર સિંહ ધોની 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટિનેટ કર્નલ બનાવાયા. ધોની અનેકવાર કહી ચુક્યા છે કે ભારતીય સેનામાં જોડાવવુ તેમનું બાળપણનું સ્વપ્ન હતુ. 
 
6. 2015માં આગરા સ્થિત ભારતીય સેનાના પૈરા રેજિમેંટથી પૈરા જંપ લગાવતા પહેલા સ્પોર્ટ્સ પર્સન બન્યા. તેમણે પૈરા ડૂપર ટ્રેનિંગ શાળાથી ટ્રેનિંગ લીધા પછી લગભગ  15,000 ફીટની ઉંચાઈ પરથી છલાંગ લગાવી. જેમા એક છલાંગ રાત્રે લગાવી હતી. 
 
7. મહેન્દ્ર સિંહ ધોની મોટરબાઈક્સના ખાસ દિવાના છે. તેમની પાસે એકથી એક ચઢિયાતી લગભગ બે ડઝન આધુનિક મોટર બાઈક છે. આ ઉપરાંત તેમને કારોનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે હમર જેવી અનેક મોંઘી કાર છે. 
 
8. મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ અનેક હાઈ પ્રોફાઈલ અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યુ. પણ તેમણે ચાર જુલાઈ 2010ના રોજ દેહરાદૂનની સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા. ધોની અને સાક્ષીની એક પુત્રી પણ છે જેનુ નામ જીવા છે. 
 
9. એમએસ ધોનીને ક્રિકેટરના રૂપમાં પ્રથમ નોકરી ભારતીય રેલવેમાં ટિકિટ કલેક્ટરના રૂપમાં મળી. ત્યારબાદ તેઓ એયર ઈંડિયાની નોકરી કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ એન શ્રીનિવાસનની કંપની ઈંડિયા સીમેંટ્સમાં અધિકારી બની ગયા. 
 
10. એમએસ ધોની દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટર રહ્યા છે. ટેસ્ટમાં સંન્યાસ લેતા પહેલા તેમની સરેરાશ આવક 150થી 190 કરોડ વાર્ષિક હતી. જેમા હજુ પણ વધુ કમી નથી આવી.