ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (17:33 IST)

હેલો MLA, રવીન્દ્ર જડેજાએ પોતાની પત્ની રિવાબાને ખાસ અંદાજમાં આપી જીતની શુભેચ્છા

rivaba jadeja
સ્ટાર ઓલરાઉંડર રવિન્દ્ર જડેજા લગભગ ચાર મહિનાથી ટીમ ઈંડિયામાંથી બહાર છે. તેમણે એશિયા કપ 2022 દરમિયાન ઘાયલ થયા હતા. જ્યારબાદ તે કમબેક કરી શક્યા નથી. આ દરમિયાન ભારતીય ટીમ એશિયા કપમાં હારી જેની ખૂબ ચર્ચા થઈ. ટી20 વર્લ્ડ કપમાં મળેલી હારની વધુ ચર્ચા થઈ. બાંગ્લાદેશ વિરુદ્ધ ચાલતી વનડે શ્રેણીના પુરા થતા પહેલા જ ટીમ ઈંડિયા શ્રેણી ગુમાવી બેઠી જેને લોકોએ શરમજનક બતાવી અને ખૂબ આલોચના કરી. આ બધા વચ્ચે ટીમ ઈંડિયા માટે કશુ કર્યા વગર  બહાર બેસેલા જડેજા ચર્ચામાં રહ્યા અને તેનુ કારણ છે તેમની પત્ની રિવાબા જડેજા 
 
રવિન્દ્ર જડેજાની પત્ની રિવાબા બની MLA 
 
રવિન્દ્ર જડેજાની પત્ની રિવાબા જડેજાને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર પરથી પોતાની ઉમેદવાર બનાવી. એમા કોઈ શક નથી કે તેમણે મહેનત કરી. લોકો વચ્ચે ગઈ અને સ્ટાર ઓલરાઉંડરની પત્ની હોવાને કારણે પણ લાઈમલાઈટમાં રહી. તેમની લોકપ્રિયતાએ તેમને આ ઈલેક્શનમાં જીતની મજબૂત દાવેદાર બનાવી દીધી. 
 
ઈંજરીથી કમબેક કરવાની રાહ જોઈ રહેલા રવિન્દ્ર જડેજાએ પણ એક પતિના રૂપમાં પોતાની ફરજ નિભાવી. પત્નીને સપોર્ટ કર્યો અને જનતાને તેમને વોટ આપવાની અપીલ કરી. આ  તમામ ફેક્ટરોએ ગુરૂવાર થયેલ વોટોની ગણતરીમાં રિવાબા જડેજાને વિજેતા બનાવી દીધી. રિવાબા જડેજાને જાડેજાને 88835 મત મળ્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમુરને હરાવ્યા જેમને 35265 મત મળ્યા. રીવાબા 5357 મતોની સરસાઈથી જીત્યા.
 
જડેજાએ ખાસ અંદાજમાં પત્ની રીવાબાને શુભેચ્છા પાઠવી 
 
એમા કોઈ શક નથી કે ટીમ ઈંડિયાને પોતાના પ્રદર્શનથી અનેક મુશ્કેલ મેચ જીતાડનારા રવીન્દ્ર જડેજા માટે આ પણ એક મોટી સફળતા છે.   જ્યારે જીત મળી તો ખુશી પ્રગટ કરવી તો બને છે. રવીન્દ્ર જડેજાએ ટ્વીટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરત આ પત્ની રિવાબને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી અને જામનગર ઉત્તરની જનતાનો આભાર માન્યો. જડેજાએ આ પોસ્ટ ગુજરાતીમાં નાખી છે. 

 
જાડેજાએ લખ્યું, “હેલો MLA  તમે ખરેખર ડિઝર્વ કરો છો. જામનગરની જનતાનો વિજય થયો છે. હું તમામ લોકોનો મારા હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે જામનગરમાં તમામ કામો ખૂબ સારા થશે. જય માતાજી."
 
બાંગ્લાદેશ પ્રવાસમાં જાડેજાનું કમબેક મુશ્કેલ 
 
ભારતીય ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ તે 0-2થી પાછળ છે. આ પછી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો આ શ્રેણીમાં પણ રવિન્દ્ર જાડેજાનું કમબેક મુશ્કેલ દેખાઈ રહ્યું છે. મતલબ કે તેઓ હજુ થોડા દિવસ રાજકીય વાતાવરણનો આનંદ ઉઠાવી શકે છે.