રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (06:24 IST)

IND vs BAN 2nd ODI : ભારત-બાંગ્લાદેશ સિરીઝ: બીજી વનડેમાં ભારત પાંચ રનથી હાર્યું, બાંગ્લાદેશે જીતી લીધી સિરીઝ

IND vs BAN 2nd ODI Live Score: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા સીરીઝમાં 0-1થી પાછળ છે. આવી સ્થિતિમાં સિરીઝમાં ટકી રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પડશે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 
બાંગ્લાદેશની પ્રથમ વિકેટ
બાંગ્લાદેશને પહેલો ઝટકો અનામુલ હકના રૂપમાં લાગ્યો છે. અનામુલને મોહમ્મદ સિરાજે પેવેલિયન ભેગો કર્યો. બે ઓવર પછી બાંગ્લાદેશ 11/1.
 
બાંગ્લાદેશનો દાવ શરૂ  
બાંગ્લાદેશે ઇનિંગ્સની શરૂઆત કરી, બંને ટીમો મેદાન પર. બાંગ્લાદેશ તરફથી અનામુલ હક અને લિટન દાસે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તે જ સમયે, ભારત તરફથી દીપર ચહરના હાથમાં બોલ છે.
 
બીજી વનડે માટે બાંગ્લાદેશની ટીમ
નજમુલ હુસેન શાંતો, લિટન દાસ (C), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (WK), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, ઇબાદત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન
 
બીજી વનડે માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (C), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક

06:18 AM, 8th Dec
 
 
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુરમાં રમાયેલી રોમાંચક વનડે મૅચમાં બાંગ્લાદેશે ભારતને પાંચ રનથી હરાવી દીધું.
 
અંતિમ બૉલ સુધી રમાયેલી આ મૅચમાં બાંગ્લાદેશે આપેલા 271 રનના લક્ષ્યને મેળવવા માટે ઝઝૂમેલી ભારતીય ટીમ માત્ર 266 રન જ બનાવી શકી.
 
ભારતની શરૂઆત ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં વિરાટ કોહલી પાંચ રનના વ્યક્તિગત સ્કોરથી પોતાની વિકેટ ખોઈ બેઠા. ત્યારબાદ ત્રીજી ઓવરમાં શિખર ધવન આઠ રનના વ્યક્તિગત સ્કોરથી આઉટ થઈ ગયા.
 
છેલ્લી બે ઓવરોમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી પરંતુ તેઓ ટીમને જીત ન અપાવી શક્યા.
 
ભારત તરફથી સૌથી વધુ 82 રન શ્રેયસ ઐયરે બનાવ્યા. અક્ષર પટેલે 56 રન બનાવ્યા, પરંતુ આ બન્ને ખેલાડીઓની બેટિંગ ભારતને વિજયી ન બનાવી શકી.
 
મૅચની પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે સદી બનાવી હતી અને મહમદુલ્લાહે 77 રન બનાવ્યા હતા.
 
ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટો અને મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે બે-બે વિકેટો લીધી હતી.

12:34 PM, 7th Dec
બાંગ્લાદેશની બીજી વિકેટ પડી
બાંગ્લાદેશના કપ્તાન લિટન દાસ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા  લિટન 7 રન બનાવીને આઉટ થયા. બાંગ્લાદેશનો સ્કોર 39/2