શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (20:48 IST)

IND vs ENG 1st ODI Score Live: ભારતે ઈગ્લેંડને 4 વિકેટથી હરાવ્યું, ગિલે બનાવ્યા 87 રન

india vs england
india vs england
IND vs ENG 1st ODI Score Live: ભારત અને ઈગ્લેંડ વચ્ચે આજે એટલે કે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં વનડે શ્રેણીની શરૂઆત થઈ છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયા લાંબા સમય પછી વનડે સીરેજ રમી રહી છે.  T20 શ્રેણીમાં કારમા પરાજય મેળવ્યા પછી ઈગ્લેંડની સામે વનડે શ્રેણીમા પલટવાર કરવો એ પડકાર  રહેશે.  ટોસ જીત્યા બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે શ્રેણીની પ્રથમ વનડેમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને આખી ટીમ ફક્ત 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને ODI ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. હર્ષિત રાણાએ પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 3 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી.
 
 
 
 ઇંગ્લેન્ડને પાંચમો ફટકો પડ્યો
કેપ્ટન જોસ બટલર અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યો છે. અક્ષર પટેલને સફળતા મળે છે. ઈંગ્લેન્ડની અડધી ટીમ હવે પેવેલિયન પરત ફરી ગઈ છે. ૩૩ ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર - ૧૭૦/૫.
 
બટલરે અડધી સદી ફટકારી
કેપ્ટન જોસ બટલરે શાનદાર અડધી સદી ફટકારી છે. બટલરે 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણે જેકબ બેથેલ સાથે ૫૪ રનની ભાગીદારી પણ કરી છે. ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં દેખાય છે.
 
ઇંગ્લેન્ડે 150 રન પાર કર્યા
ઇંગ્લેન્ડના જેકબ બેથેલે શાનદાર સિક્સર ફટકારીને પોતાની ટીમનો સ્કોર ૧૫૦ થી વધુ કર્યો. બેથેલ અને બટલર વચ્ચે 56 બોલમાં 42 રનની ભાગીદારી થઈ છે. ઇંગ્લેન્ડ - 28 ઓવર પછી 153/4.
 

06:37 PM, 6th Feb
- ભારતીય ઓપનિંગ જોડી ખૂબ જ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા બંને 19 રનની અંદર આઉટ થઈ ગયા છે. રોહિતે માત્ર 2 રન બનાવ્યા હતા. તે શાકિબ મહેમૂદનો શિકાર બન્યો હતો.

- ભારતે 50 રનનો આંકડો પાર કર્યો
શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકારતાં ભારતનો સ્કોર 50 રન સુધી પહોંચ્યો હતો. ભારતે 8 ઓવરમાં 50 રન પૂરા કર્યા છે. અય્યર ઝડપથી રન બનાવી રહ્યો છે. જોકે ગિલ ધીમો રમી રહ્યો છે.

05:27 PM, 6th Feb
અક્ષર પટેલને પ્રથમ વિકેટ મળી 
ઈંગ્લેન્ડને તેનો પાંચમો મોટો આંચકો લાગ્યો છે. કેપ્ટન જોસ બટલર 52 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે બટલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 170/5

04:25 PM, 6th Feb
ભારતને મળી મોટી સફળતા 
હર્ષિત રાણાના હાથે લાગી ત્રીજી સફળતા, લિયામ લિવિંગ સ્ટોનનો કર્યો શિકાર. લિયામ ફક્ત 5 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. ભારતને મળી છઠ્ઠી સફળતા