શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (13:59 IST)

IND vs ENG: ટીમ ઈંડિયાએ જીતી રાંચીની જંગ, ઈગ્લેંડને ચોથી ટેસ્ટમા 5 વિકેટથી હરાવીને ભારતે સીરીઝ પર કર્યો કબજો

gill - jurel
IND vs ENG 4th Test: ભારત અને ઈગ્લેંડની ટીમો વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ખૂબ ઉતાર ચઢાવથી ભરેલી રહી. પણ અંતમાં ટીમ ઈંડિયાએ બાજી મારી.  આ મેચમાં ટીમ ઈંડિયા પહેલા દાવ પછી પાછળ થઈ  ગઈ હતી, પણ ભારતીય ખેલાડીઓએ બીજા દાવમાં જોરદાર કમબેક કર્યુ અને મુકાબલો પોતાને નામે કર્યો. 
 
 ટીમ ઈંડિયાએ જીતી રાંચી ટેસ્ટ મેચ 
રાંચી ટેસ્ટ મેચમાં ઈગ્લેંડની ટીમે ભારતને જીત માટે 192 રનનુ ટારગેટ આપ્યુ હતુ. જેના જવાબમાં ટીમ ઈંડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે મળીને 84 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ ઈંડિયાનો દાવ લડખડયો અને ભારતીય ટીમ પોતાની 5 વિકેટ 120 રન સુધી ગુમાવી દીધી.  પણ શુભમન્ગિલ અને ધ્રુવ જુરેલે દાવ સંભાળ્યો અને ટીમને જીત સુધી પહોચાડી. શુભમન ગિલે અણનમ 52 રન બનાવ્યા. બીજી બાજુ ધ્રુવ જુરેલે પણ અણનમ 39 રનની રમત રમી.