શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (16:33 IST)

R Ashwin: ટેસ્ટ ક્રિકેટના કિંગ બન્યા આર અશ્વિન, 500 વિકેટ કર્યા પુર્ણ, અનિલ કુંબલેને છોડ્યા પાછળ

Ravichandran Ashwin 500 Test Wickets: ટીમ ઈંડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે.  આર અશ્વિને પોતાના ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પુર્ણ કરી લીધી છે. તે ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બન્યો છે.  આ પહેલા આ કારનામુ દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેએ કર્યુ હતુ. બીજી બાજુ આર. અશ્વિન-અનિલ કુંબલે ઉપરાંત ક્રિકેટના ઈતિહાસમાં કુલ 8 બોલરોએ જ 500 ટેસ્ટ વિકેટ નો આંકડો સ્પર્શી શક્યા છે. 
 
ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનની 500 વિકેટ  
 
રવિચંદ્રબ અશ્વિને ટેસ્ટમાં 500 વિકેટ પુરી કરવા માટે 98 ટેસ્ટ મેચની 184 ઈનિંગ્સ રમી છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. અનિલ કુંબલેએ 105 મેચમાં 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને 87 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લીધી હતી.
 
ટેસ્ટમાં 500 વિકેટ લેનારા બોલરોનુ લિસ્ટ 
 
મુથૈયા મુરલીધરન     800 વિકેટ
શેન વોર્ન                  708 વિકેટ
જેમ્સ એન્ડરસન        695 વિકેટ
અનિલ કુંબલે            619 વિકેટ
સ્ટુઅર્ટ બ્રોડે               604 વિકેટ લીધી હતી
ગ્લેન મેકગ્રા              563 વિકેટ
કર્ટની વોલ્શે              519 વિકેટ લીધી હતી
નાથન લિયોને           517 વિકેટ લીધી હતી
આર અશ્વિને              500 વિકેટ લીધી હતી