રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (11:38 IST)

ભારતને મળ્યો નવો ટેસ્ટ ક્રિકેટર, આકાશદીપે કર્યુ ડેબ્યુ, દિગ્ગજે સોંપી ઈંડિયન કૈપ

Akash Deep
- 27 વર્ષીય આકાશ દીપ ઈગ્લેંડ વિરુદ્ધ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યુ
- ઈગ્લેંડ વિરુદ્ધ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યુ કરનારા ભારતના ચોથા ક્રિકેટર
- જસપ્રીત બુમરાહના સ્થાન પર આકાશદીપ

ભારતને એક વધુ ટેસ્ટ ક્રિકેટર મળી ગયો છે. ઝડપી બોલર આકાશ દીપ ભારત અને ઈગ્લેંડ ટેસ્ટ મેચ  (India vs England) દ્વારા પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહ્યા છે. કોચ રાહુલ દ્રવિડે આકાશ દીપ  (Akashdeep) ને ઈંડિયન કૈપ સોંપી. 27 વર્ષીય આકાશ દીપ ઈગ્લેંડ વિરુદ્ધ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યુ કરનારા ભારતના ચોથા ક્રિકેટર છે. તેમને પહેલા આ શ્રેણીમાં રજત પાટીદાર, સરફરાજ ખાન અને ધ્રુવ જુરેલ પણ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી ચુક્યા છે. 

 
મેજબાન ભારત અને ઈગ્લેંડ (India vs England) ની વચ્ચે શુક્રવારથી રાંચીમાં ટેસ્ટ મેચ રમાય રહી છે. આ 5 મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ છે. ઈગ્લેંડે સીરીઝની પહેલી મેચ જીતી હતી. ત્યારબાદ ભાર તે આગામી બે મેચ જીતી. આ રીતે ભારતીય ટીમ 3 ટેસ્ટ મેચ પછી શ્રેણીમાં 2-1 થી આગળ છે. 
 
 રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલ ભારતીય ટીમ  (Team India) એ ચોથી ટેસ્ટ મેચ માટે જસપ્રીત બુમરાહને રેસ્ટ આપ્યો છે. તેમના સ્થાન પર આકાશદીપ (Akashdeep) ઈગ્લેંડ લોયંસ વિરુદ્ધ ત્રણ મેચમાં 12 વિકેટ લીધા પછી ભારતીય ટીમમાં સામેલ કરવામા આવ્યા હતા. 
 
આકાશદીપ ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે. તેમણે અત્યારસુધી 30 ફર્સ્ટક્લાસ મેચમાં 104 વિકેટ લીધી છે. આ રીતે 28 લિસ્ટ એ મેચમાં તેમના નામે 42 વિકેટ છે.  ટી20માં તેમના નામે 41 મેચમાં 48 વિકેટ છે. 
 
ભારતીય પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કપ્તાન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાજ ખાન,  રવિન્દ્ર જડેજા, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.   
ઈગ્લેંડની પ્લેઈંગ ઈલેવન - બેન સ્ટોક્સ (કપ્તાન), જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જૉની બેયરસ્ટો, બેન  ફોકસ, ટૉમ હાર્ટલી, ઓલી રૉબિન્સન, જેમ્સ એંડરસન, શોએબ બશીર.