ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (12:51 IST)

IND vs PAK ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે

india pakistan
IND vs PAK- એશિયા કપમાં આજે (રવિવારે) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ વખતે સુપર-4માં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા બંને વચ્ચે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
 
મેચ ક્યારે રમાશે?
એશિયા કપ સુપર-4 તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ શાનદાર મેચ રમાશે. ભારતીય સમય અનુસાર, મેચ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલો બપોરે 2:30 વાગ્યે થશે.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શાનદાર મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે