રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (23:47 IST)

IND vs PAK Live: ભારત પાકિસ્તાન મેચ રદ્દ, બન્ને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

INDvPAK
IND vs PAK Live Update: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 267 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદને કારણે પાકિસ્તાનની ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી.

DLS મુજબ આવું મળી શકે છે ટારગેટ 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વરસાદના કારણે વિક્ષેપ પડ્યો છે. જેના કારણે હવે ઓવરોમાં ઘટાડો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને DLS મુજબ આવો ટાર્ગેટ મળી શકે છે.
 
45 ઓવરમાં 254 રન 
40 ઓવરમાં 239 રન 
30 ઓવરમાં 203 રન 
20 ઓવરમાં 155 રન

ભારતને 8મો ફટકો
ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની વિકેટ બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ છે. નરીમ શાહે ભારતને 8મો ઝટકો આપ્યો છે. તેણે શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો.
 
ભારતની છઠ્ઠી વિકેટ
ટીમ ઈન્ડિયાને હાર્દિક પંડ્યાના રૂપમાં છઠ્ઠો ફટકો પડ્યો છે. શાહીન આફ્રિદીએ તેને આઉટ કર્યો હતો. પંડ્યાએ 90 બોલમાં 87 રન બનાવ્યા હતા.
 
ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી
પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની ઈનિંગને ઈશાન કિશને સંભાળી છે. તેની અને હાર્દિક પંડ્યા વચ્ચે અડધી સદીની ભાગીદારી છે. ઈશાને 54 બોલમાં અડધી સદી ફટકારી હતી.
 
ભારતની ચોથી વિકેટ
વરસાદ બંધ થયા બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ભારત તરફથી ઓપનર શુભમન ગિલ ધીમી ઇનિંગ રમીને આઉટ થયો છે. તેણે 32 બોલમાં 10 રન બનાવ્યા હતા.
 
વરસાદે ફરી વિક્ષેપ પાડ્યો 
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વરસાદના કારણે ફરી એકવાર વિક્ષેપ પડ્યો છે, જેના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા હાલ ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. 11.2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 51/3 છે.

- ત્રીજી વિકેટ પણ પડી
ભારતને 10મી ઓવરમાં ત્રીજો ફટકો લાગ્યો હતો. સારા ફોર્મમાં દેખાઈ રહેલો શ્રેયસ અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. હરીશ રઉફે તેની વિકેટ લીધી હતી.
 
- ભારતની બીજી વિકેટ પડી
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે તેની બીજી વિકેટ ગુમાવી છે. ભારત માટે આ એક મોટો ફટકો છે કારણ કે વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 27/2
 
- રોહિત શર્મા આઉટ
ભારતીય ટીમને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મોટો ફટકો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વિકેટ 15ના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. વિરાટ કોહલી અત્યારે મેદાનમાં છે.