શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (08:34 IST)

શુક્રવારે ભારત અને શ્રીલંકાન ટીમનું થશે આગમન, સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, હાર્દિક પંડ્યાની ફેવરિટ છે ખીચડી કઢી

રાજકોટમાં ક્રિકેટ ફીવર - શુક્રવારે ભારત અને શ્રીલંકાન ટીમનું થશે આગમન, સયાજી હોટલમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત, હાર્દિક પંડ્યાની ફેવરિટ છે ખીચડી કઢી
 
- હોટેલના તમામ 120 લોકોના કરવામાં આવશે કોરોના ટેસ્ટ 
- શ્રીલંકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં અત્યરથી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આગામી 6 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.
 
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના આગલા દિવસે એટલે કે 6 જાન્યુઆરીને શુક્રવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે જેમાં ટિમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે જયારે શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. જેમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણ ને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 
 
ચાઈના અને જાપાનમાં ઘાતક રીતે આગળ વધતા કોરોના ને ધ્યાનમાં રાખી સલામતી ના ભાગ રૂપે હોટેલના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803 માં રોકાશે જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે. 
 
તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 તારીખના રોજ ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. 6 તારીખના રોજ ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે. 
 
ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યાર રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટિમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ , 4 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10 મોં આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.