1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2023 (08:30 IST)

Chanakya Niti: આવા ઘરમાં માતા લક્ષ્મી ખુશીથી આવે છે, બસ કરો આ ૩ વસ્તુઓનું પાલન

chanakya niti
Chanakya Niti:  આચાર્ય ચાણક્યને રાજકારણ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિના નિષ્ણાત કહેવામાં આવે છે, તેમની જણાવવામાં આવેલી નીતિઓ એવી છે કે જો તમે તેને તમારા જીવનમાં ઉતારી લો તો તમને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. આચાર્ય ચાણક્યની નીતિઓ અઘરી છે પણ કહેવાય છે કે મહેનત વગર ફળ મળતું નથી. આજે અમે તમને ચાણક્યની એક એવી નીતિ બતાવી રહ્યા છીએ, જો તમે તેને અપનાવશો તો તમારા જીવનમાં પૈસાનો વરસાદ થવા લાગશે. માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે.
 
આચાર્ય ચાણક્ય પોતાની નીતિ  શ્લોકો દ્વારા સમજાવી છે. આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લક્ષ્મી તમારા ઘર તરફ ખેંચાશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે. ચાલો જાણીએ કે કયા ઉપાય કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.
 
मूर्खाः यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसंचितम् ।
दाम्पत्योः कलहो नास्ति तत्र श्री स्वयमागता॥
 
મૂર્ખ લોકોની વાતો પર ન કરો વિશ્વાસ 
 
આ શ્લોકનો અર્થ એ છે કે મૂર્ખની વાતનું કોઈ મૂલ્ય નથી, જે ઘરમાં મૂર્ખની વાતનું પાલન થાય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહેતો નથી. આચાર્ય ચાણક્ય કહે છે કે જે લોકો મૂર્ખની વાતો પર વિશ્વાસ કરે છે અને તેનું પાલન કરે છે તેમને સફળતા મળતી નથી.
 
અન્નનો ભંડાર 
આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરોમાં રસોડામાં અનાજ ક્યારેય ખતમ નથી થતું તે ઘરોમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. તેથી જ અનાજના ભંડાર ભરતા રહો, રસોડામાં અનાજનાં ડબ્બા ક્યારેય ખાલી ન થવા દો.
 
પરિવારમાં પ્રેમ કાયમ રાખો 
આચાર્ય ચાણક્ય કહે છે કે જેના પરિવારમાં એકતા રહે છે, પૈસાની કમી નથી રહેતી અને સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરના સભ્યોમાં પ્રેમની ભાવના રહે છે એ ઘર પર માતા લક્ષ્મી હમેશા ખુશ રહે છે.