રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (00:03 IST)

Chanakya Niti: આ 5 જગ્યા પર ભૂલથી પણ રોકાવવુ જોઈએ

chanakya  niti
Chanakya Niti: અર્થશાસ્ત્રના રચેતા આચાર્ય ચાણક્યે મનુષ્યના જીવનને સરળ બનાવવા અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે અનેક નિયમોનો ઉલ્લેખ કર્યો છે.  ચાણક્યના અનેક  નિયમોને ઘણા લોકો આજે પણ માને છે.  તો કેટલાક લોકો એવા પણ છે જેઓ તેને આધુનિક સમયમાં તર્કથી પરે માને છે પણ આ નિયમોને દરેક કોઈ એકવાર જરૂર વાચવા માંગશે. અર્થશાસ્ત્ર, રાજનીતિ અને કૂટનિટી સહિત અનેક ક્ષેત્રોમા નિપુણ ચાણક્યએ ધન, પ્રોગ્રેસ બિઝનેસ દોસ્તી અને દુશ્મની સહિત અનેક પહેલુઓ સાથે જોડાયેલી વાતો માટે પોતાના નિયમ બતાવ્યા છે. આવો જ નિયમ ચાણક્યે 5 સ્થાન પર રોકાવવા વિશે બતાવ્યો છે. 
 
धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:। 
पंच यत्र न विद्यन्ते तत्र दिवसं न वसेत्।।
 
અર્થાત જ્યા કોઈ શ્રીમંત, વિદ્વાન, રાજા, વૈદ્ય (ડોક્ટર) અને નદી ન હોય ત્યા એક દિવસ પણ વાસ ન કરવો જોઈએ. 
 
 - જે શહેરમાં કોઈ શ્રીમંત ન  હોય
- જે દેશમાં વેદોને જાણનારો વિદ્વાન ન હોય 
- જ્યા કોઈ રાજા કે સરકાર ન હોય 
- જે શહેર કે ગામમાં કોઈ ડોક્ટર ન રહેતો  હોય 
- જે સ્થાન પાસે કોઈ નદી ન વહેતી હોય 
 
ચાણક્યએ જે પાંચ સ્થળ પર ન રોકાવવાની સલાહ આપી છે તેની પાછળનુ કારણ બતાવતા કહ્યુ છે કે જીવનની સમસ્યાઓમાં આ પાચ વસ્તુઓનુ ખાસ મહત્વ છે.  આપત્તિના સમયે ધનની જરૂર પડે છે. જેની પૂર્તિ ધની વ્યક્તિ દ્વારા થઈ શકે છે. કર્મકાંડ માટે પુરોહિતોની જરૂર પડે છે. બીજી બાજુ શાસન અને સુરક્ષા માટે રાજા કે સરકારની જરૂર હોય છે. આ જ રીતે રોગ સતાવે તો  વૈદ્ય કે ડોક્ટર  જરૂરી હોય છે અને નદી એટલે કે જળ સ્ત્રોત પણ જીવન માટે જરૂરી છે.