ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 14 મે 2022 (00:08 IST)

Chanakya Niti - બીજાની ભૂલોમાંથી શીખતા રહેશો તો તમે જીવનમાં ક્યારેય નિષ્ફળ નહી થાવ

succeess
ચાણક્ય મુજબ આ દુનિયાના દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવાનો ઈચ્છુક હોય છે. જેને માટે તે પોતાની તરફથી સંપૂર્ણ રીતે સંઘર્ષ કરે છે.  પરંતુ અનેકવાર કેટલાક લોકોને સફળતા મળે છે તો કેટલાક લોકોને ફક્ત નિષ્ફળતા જ મળે છે. જેનુ કારણ પરિશ્રમમાં કમી નહી પણ ચાણક્ય મુજબ કંઈક બીજુ જ હોય છે.  ઉલ્લેખનીય છે કે ચાણક્યનુ માનવુ છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે જ્યા એક બાજુ વધુ મહેનત કરવી પડે છે. એવુ નથી. કોઈપણ વ્યક્તિ માટે સફળ તે કહેવાય છે જ્યારે તે બીજાને પણ સફળ બનવાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે. આચાર્ય ચાણક્ય કહે છે કે નિયમ અને અનુશાસન વગર પ્રાપ્ત થયેલી સફળતા ક્યારેય સ્થાઈ નથી હોતી.  એ થોડીવાર માટે હોય છે અને એટલુ તો બધા જાણે છે કે જેની સફળતા સ્થાયી નથી હોતી તેના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પણ સ્થાયી નથી હોતી. 
 
તો ચાલો જાણીએ ચાણક્ય નીતિ સૂત્રમાં બતાવેલી 6 અણમોલ વાતો... 
 
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ સૌંદર્ય, ભોજન અને પૈસા વિશે વિચારીને જીવનમાં ક્યારેય અસંતુષ્ટ ન થવું જોઈએ. આપણી પાસે જે છે તેમાં ખુશ રહેવું જોઈએ. જે વ્યક્તિ પોતાના જીવનમાં સંતુષ્ટ હોય છે તે ક્યારેય નિષ્ફળ થતો નથી.
 
દરેક વ્યક્તિએ સમય સમય પર  શક્ય તેટલું જ્ઞાન અર્જીત કરતા રહેવું જોઈએ, કારણ કે જ્ઞાન વિના સફળતા મેળવવાનો કોઈ ફાયદો નથી, જેની પાસે જ્ઞાન છે તેને સફળતા મેળવવાની તકો હંમેશા રહે છે. 
 
હંમેશા કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના સારા પરિણામનો અંદાજ જ ન લગાવો પરંતુ હંમેશા તેની બાજુને ધ્યાનમાં રાખીને કાર્ય પૂર્ણ કરો. જે વ્યક્તિ જીવનમાં આ બે પાસાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે, તે જીવનમાં ક્યારેય નિષ્ફળ થતો નથી.
 
આચાર્ય ચાણક્ય કહે છે કે લગ્ન પછી કોઈ પણ વ્યક્તિએ અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત ન થવું જોઈએ, કારણ કે આના કારણે વ્યક્તિના પારિવારિક જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે અને પરિવાર તૂટી જવાની આરે આવી જાય છે.
 
ચાણક્યનુ માનીએ તો ક્યારેય પણ એવા લોકો સાથે દોસ્તી ન કરવી જોઈએ, જે તમારાથી ઓછી કે વધુ પ્રતિષ્ઠા ધરાવે છે. કારણ કે આવા લોકો ક્યારેય તમને કોઈ પ્રકારની ખુશી નથી આપી શકતા. પણ તેમને કારણે તમારુ દિલ જરૂર દુખાય શકે છે અને તમે અપમાનના હકદાર પણ બની શકો છો. 
 
આ સર્વ ઉપરાંત આચાર્ય ચાણક્ય કહે છે કે ભૂલ ભલે નાની હોય કે મોટી તેમાથી હંમેશા સબક લેવો જોઈએ. ચાણક્ય અનુસાર ખુદ પર પ્રયોગ કરવામાં ભૂલથી આયુષ્ય ઓછુ થાય છે. તેથી જે વ્યક્તિ ભૂલોથી સીખે છે તે જીવનમાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે.