1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (08:00 IST)

ભારતની ટી-20 અને ટેસ્ટ ટીમનું એલાન: ઉમરાન મલિક સામેલ અને રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજાને આરામ

દક્ષિણ આફ્રિકા સામે આગામી મહિને ભારતમાં રમાનારા પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ માટે 18 સભ્યોની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે.
 
ટી-20 મૅચના કૅપ્ટન કેએલ રાહુલ હશે, જ્યારે રિષભ પંત વાઇસ કૅપ્ટન હશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને ટી-20માં સ્થાન અપાયું નથી.
 
તો આઈપીએલમાં ઘાતક બૉલિંગથી ચર્ચામાં રહેલા જમ્મુના ઉમરાન મલિકને પહેલી વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેમને ટી-20 મૅચમાં સામેલ કરાયા છે.
 
ટી-20 મૅચમાં સિનિયર ખેલાડીઓને આરામ અપાયો છે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ જેવા ખેલાડીઓનો સમાવેશ કરાયો નથી.