બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 16 જાન્યુઆરી 2022 (14:49 IST)

કોણે મળશે વિરાટની વિરાસત ?- વિરાટના રાજીનામા પછી ટેસ્ટ ટીમની કપ્તાની કોણ સંભાળશે?

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કપ્તાનના રૂપમાં વિરાટ કોહલી (Virat Kohli)ના કાર્યકાળને સંપૂર્ણ રીતે અંત થઈ ગયો છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. સાઉથ આફ્રિકાના વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી મળી હાર ના ઠીક એક દિવસ પછી કોહલીએ ટેસ્ટ ટીમની કપ્તાનીમાંથી પણ રાજીનામુ આપી દીધુ છે. દિગ્ગજો અને ચાહકોનું માનવું છે કે કોહલીના સ્થાને રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મૂડમાં નથી.
 
આ સાથે જ કોહલી હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કપ્તાનીમાંથી બહાર થઈ ગયા છે. કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે સતત ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને નંબર 1ની સીટ મેળવી. કોહલીએ શનિવા 15 જાન્યુઆરીના રોજ ટ્વિટર પર એક નિવેદન રજુ કરી પોતાના નિર્ણયની માહિતી આપી અને એકવાર ફરી ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ.