અમદાવાદમાં રમાશે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પિન્ક બૉલ ડૅ-નાઇટ ટેસ્ટ

Last Modified બુધવાર, 21 ઑક્ટોબર 2020 (13:20 IST)

બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ ભારતના પ્રવાસે આવે તે દરમિયાન અમદાવાદમાં ડૅ-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટ મૅચ યોજાઈ શકે છે. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઇંગ્લૅન્ડ આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે આવી રહ્યું છે તે અહીં પાંચ ટેસ્ટ મૅચ અને લિમિટેડ ઑવર્સની મૅચ રમશે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોલકાતા પ્રેસ ક્લબમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું, "અમદાવાદમાં ડે-નાઇટ ટેસ્ટ યોજાશે."

તેમણે વધુમાં કહ્યું કે અમદાવાદ, ધર્મશાલા અને કોલકાતા આ ત્રણ જગ્યાએ ટેસ્ટ મૅચ યોજાઈ શકે છે, પણ ફાઇનલ નિર્ણય કરવાનો બાકી છે.

જોકે તેમણે વધુ સ્પષ્ટતા ન કરી હતી અને કહ્યું, "અમે કેટલાંક ટૅન્ટેટિવ પ્લાન બનાવ્યા છે પરંતુ કાંઈ પણ નક્કી થયું નથી. હજુ અમારી પાસે ચાર મહિનાનો સમય છે. હાલ ઑસ્ટ્રેલિયા આવી રહ્યું છે. જેના માટે ખેલાડીઓની પસંદગી થોડા દિવસમાં થશે."


આ પણ વાંચો :