ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (12:46 IST)

Hardik Pandya: હાર્દિક પંડ્યા બન્યા કપ્તાન, શુ રોહિત શર્મા પછી સાચવશે ટીમ ઈંડિયાની કમાન

હાર્દિક પંડ્યાને આયરલેંડ વિરુદ્ધ બે ટી20 મેચની શ્રેણી માટે ટીમ ઈંડિયાના કપ્તાન બનાવાયા છે. હાર્દિક ટી-20માં ભારતના નવમાં કપ્તાન બનશે. તેમના પહેલા વીરેન્દ્ર સહેવાગ, એમએસધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને ઋષભ પંત કપ્તાની કરી ચુક્યા છે. 145 દિવસ પહેલા હાર્દિકની આલોચના થઈ રહી હતી. તે ટીમ ઈંડિયાના સભ્ય નહોતા. હવે તેમને કપ્તાન બનાવાયા છે. 
 
હાર્દિકની સ્ટોરી પણ રસપ્રદ છે જાન્યુઆરી 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનારો આ ખેલાડી વિશે હંમેશા કહેવાતુ હતુ કે આ રમતને ગંભીરતાથી લેતો નથી અને મોજમસ્તીમાં મશગૂલ રહે છે. તેની તુલના વેસ્ટઈંડિઝના ખેલાડીઓ સાથે થતી હતી. ત્યાના ક્રિકેટર પાર્ટી કરવા માટે જાણીતા છે. આલોચકોને હાર્દિક ક્યારેય ગમતા નહોતા. જેટલમેન ક્રિકેટના પ્રશંસક હાર્દિકની હંમેશા આલોચના કરતા હતા.