ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified બુધવાર, 15 જૂન 2022 (01:13 IST)

IND vs SA: ટીમ ઈંડિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યુ, ચહલની બોલિંગે મચાવી ધમાલ

ટીમ ઈન્ડિયા(Team India)ને  અંતે T20 શ્રેણીમાં પ્રથમ જીત મળી ગઈ. ટીમે મંગળવારે શ્રેણીની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું. દક્ષિણ આફ્રિકાની ટીમ આ હાર બાદ પણ  5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને હાફ સેન્ચુરી મારી હતી. જવાબમાં આફ્રિકાની ટીમ 19.1 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ શ્રેણીમાં પ્રથમ વખત રંગમાં દેખાયો હતો અને તેણે 3 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર હર્ષલ પટેલે પણ 4 વિકેટ પોતાના નામે કરી હતી. ચોથી મેચ 17 જૂને રાજકોટમાં રમાવાની છે.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમને ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. અક્ષર પટેલે તેમ્બા બાવુમાને 8 રન પર આઉટ કર્યો હતો. આ પછી રીઝા હેન્ડ્રીક્સ 23 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. રાસી વાન દૂર ડુસેન એક રન બનાવીને ચહલનો શિકાર બન્યો હતો. આ દરમિયાન પ્રિટોરિયસ 20 રન બનાવીને ચહલનો બીજો શિકાર બન્યો હતો. ટીમે 71 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
 
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અને ઓપનર બઉમા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ અક્ષર પટેલે લીધી હતી. તે જ સમયે, તેનો પાર્ટનર ડ્વેન પ્રિટોરિયસ 20 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. બંને ઓપનરોના આઉટ થયા બાદ રેસી વાન ડેરડુસેન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 1 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. બીજી બાજુ ભારત માટે યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી.
 
પાવરપ્લેમાં બન્યા 57 રન
 
ગાયકવાડે એનરિક નોર્સિયાની 5મી ઓવરમાં પાંચ ચોગ્ગા ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. તેણે ડ્વેન પ્રિટોરિયસને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગમાં સિક્સર ફટકારી હતી. ભારતે પાવરપ્લેની 6 ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવ્યા હતા. કિશને 9મી ઓવરમાં તબરેઝ શમ્સીને સિક્સર અને ફોર ફટકારીને 13 રન બનાવ્યા હતા. ગાયકવાડે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને કેશવ મહારાજનું ચોગ્ગા સાથે સ્વાગત કર્યું. મહારાજે પોતાના જ બોલ પર તેનો કેચ લઈને તેની ઇનિંગ્સનો અંત કર્યો હતો.