સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 19 જાન્યુઆરી 2022 (23:32 IST)

IND vs SA 1st ODI: કેએલ રાહુલની ટીમને પહેલી જ મેચમાં મળી હાર, દ. આફ્રિકાએ 31 રને જીતે પહેલી વનડે

દક્ષિણ આફિકાએ ભારતને બોલૈંડ પાર્કમા રમાયેલ પહેલી મેચમાં 31 રનથી હરાવી દીધુ. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં ચાર વિકેટ પર 296 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જ્યારે કે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં આઠ વિકેત પર 265 રન જ બનાવી શકી. ભારત એક સમય બે વિકેટ પર 152 રન બનાવીને જીત તરફ અગ્રેસર હતુ પણ ત્યારબાદ ભારતે 62 રન જોડીને છ વિકેટ ગુમાવી દીધી. ભારતનો સ્કોર આઠ વિકેટ પર 214 રન થઈ ગયો અને તેની હાર નક્કી થઈ ગઈ. 





11:28 PM, 19th Jan
ઈન્ડિયન ટીમે પાર્લના મેદાનમાં 25 વર્ષ દરમિયાન પહેલી હારનો સામનો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ટીમે અહીં 4 મેચ રમી છે. જેમાં 1997માં ઝિમ્બાબ્વે સામેની મેચ ટાઈ રહી હતી.

02:58 PM, 19th Jan
-9 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 1 વિકેટે 35 રન છે. ક્વિન્ટન ડી કોક 27 બોલમાં 13 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 18 બોલમાં 9 રન બનાવીને અણનમ છે.
- વાઇસ-કેપ્ટન જસપ્રિત બુમરાહે જાનેમન મલાનકો વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. મલાને 10 બોલમાં ચોગ્ગાની મદદથી 6 રન બનાવ્યા હતા.
- દક્ષિણ આફ્રિકાએ 3 ઓવર પછી વિના વિકેટે 14 રન બનાવી લીધા છે. ડી કોક 15 બોલમાં 7 રન બનાવીને અણનમ છે અને જાનેમન મલાન 3 બોલમાં 1 રન બનાવીને અણનમ છે.
- દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્વિન્ટન ડી કોક અને જાનેમન માલનની જોડી ક્રિઝ પર આવી ગઈ છે.

02:47 PM, 19th Jan
- દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્વિન્ટન ડી કોક અને જાનેમન માલનની જોડી ક્રિઝ પર આવી ગઈ છે.
- બંને ટીમોની પ્લેઈંગ  XI: 
 
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમેન), વેંકટેશ ઐયર, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.



દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (wk), જાનેમન મલાન, Aiden Markram, Rasi Van der Dusen, Temba Bavuma (c), ડેવિડ મિલર, Andile Phehlukwayo, Marco Jansson, Keshav Maharaj, Tabrez Shamsi, Lungi Ngidi.
 
ભારત તરફથી વેંકટેશ અય્યર ડેબ્યૂ કરશે જ્યારે શ્રેયસ ઐયર ચોથા નંબર પર રમશે. તેમના સિવાય ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. તે જ સમયે, રબાડાની જગ્યાએ માર્કો જેન્સન દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડેબ્યૂ કરી રહ્યો છે.