રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (16:47 IST)

IND vs SA 2nd ODI LIVE: ઋષભ પંત પછી કપ્તાન કેએલ રાહુલે પણ લગાવી હાફ સેંચુરી, ઋષભ બનાવી રહ્યા છે ફટાફટ રન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ શુક્રવારે પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાઈ રહી છે. આ કરો યા મરો મેચમાં ભારત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. ધવનની વિકેટ ગુમાવ્યા બાદ મહેમાન ટીમે આગલી જ ઓવરમાં વિરાટ કોહલીની વિકેટ પણ ગુમાવી દીધી હતી. કોહલી ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. 31 ઓવર પછી ભારતનો સ્કોર 179/2 છે. હાલમાં કેપ્ટન કેએલ રાહુલ અને ઋષભ પંત ક્રિઝ પર હાજર છે.
 
-  આ દરમિયાન કેએલ રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. રાહુલ સુકાનીની ઇનિંગ રમતા જોવા મળી રહ્યા છે. તેણે 71 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. રિષભ પંતે તબરેઝ શમ્સીને પોતાના ફેવરિટ બોલર તરીકે પસંદ કર્યો છે. પંતને તેની ઓવરમાં ઘણા રન મળી રહ્યા છે. શમ્સીએ પોતાની ત્રણ ઓવરમાં 33 રન આપ્યા છે.
 
-  કેપ્ટન કેએલ રાહુલને આ ઈનિંગમાં અત્યાર સુધીમાં ત્રણ જીવનદાન મળી ચૂક્યા છે. 47 રનના અંગત સ્કોર પર માર્કરમે તેનો કેચ છોડ્યો હતો.
 
-  પંતે 43 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કર્યા હતા  આ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેએલ રાહુલ પણ પોતાની અડધી સદીની ખૂબ નજીક પહોંચી ગયો છે