ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (16:14 IST)

IND vs SA, 2nd Test, Day 1, LIVE Score: જોહાનિસબર્ગમાં ભારતની ખરાબ શરૂઆત, લંચ સુધી ભારતે ગુમાવી ત્રણ વિકેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટની શ્રેણીની બીજી મેચ આજથી જોહાનિસબર્ગમાં શરૂ થઈ છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી રહી છે અને પહેલુ સેશન ખતમ થતા સુધી ટીમ ઈંડિયાએ 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવી લીધા છે.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમની કમાન સાચવી રહેલા કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવી હતી. પણ પછી સાઉથ આફ્રિકાએ કમબેક કર્યુ અને ત્રણ વિકેટ ખેરવીને ભારતને મુશ્કેલીમાં નાખી દીધુ. હાલ રાહુલ સાથે હનુમા વિહારી અણનમ છે જેમણે કોહલીના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યુ છે. 

 
પહેલો કલાક ભારતીય ઓપનરોને નામ 
 
પહેલા સેશનનો પહેલો કલાક સંપૂર્ણ રીતે ભારતને નામે રહ્યો. ખાસ કરીને મયંક અગ્રવાલે આ દરમિયાન કેટલાક સારા શોટ જમાવીને રન એકત્ર કર્યા. રાહુલ અને મયંકે પહેલા કલાકમાં 36 રન જોડ્યા. પણ પછી ડ્રિંક્સ પછી સ્થિતિ બદલાઈ ગઈ. 
 
 
બ્રેક પછી સાઉથ આફ્રિકાનો કહેર 
 
ડ્રિક્સ પછી આગામી કલાકમાં સાઉથ આફ્રીકાના બોલર છવાય ગયા. બ્રેક પછી કોહલીની બોલ પર યાનસને મયંકની વિકેટ લીધી. પછી લંચથી 20 મિનિટ પહેલા ડ્રએન ઓલિવિયરે સતત બે બોલ પર પુજરા અને રહાણેને આઉટ કરી દીધા.